ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2021માં ક્લો ઝાઓ નિર્દેશિત ફિલ્મ ‘નોમાડલેન્ડ’ અને સાચા બોરોન કોહેનની ‘બોરાટ 2’ એ સૌથી વધારે એવોર્ડ મેળવીને છવાઇ ગઇ હતી. વર્ચ્યુઅલ સમારોહમાં ‘નોમાડલેન્ડ’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
આ ફિલ્મ માટે ઝાઓને બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ મેળવનાર ઝાઓ માત્ર બીજી મહિલા અને એશિયન મૂળ ધરાવતી પહેલી મહિલા ડાયરેક્ટર બની છે.
‘બ્લેક પેન્થર’ ફેઇમ ચેડવિક બોસમેનને મરણોપરાંત બેસ્ટ એક્ટરનો એવોર્ડ તેની ફિલ્મ ‘ મા રૈનીસ બ્લેક બોટમ’માં શ્રેષ્ઠ અભિનય માટે આપવામાં આવ્યો હતો. બોઝમેનની પત્ની, સિમોન લેડવર્ડ, અભિનેતા વતી, તેનો પ્રથમ ગ્લોબ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આન્દ્રા ડે ‘યુનાઇટેડ સ્ટેટ્સ વિ બિલિ હોલીડે’માં ગાયક બિલી હોલીડેની ભૂમિકા માટે આશ્ચર્યજનક સર્વશ્રેષ્ઠ અભિનેત્રી મોશન પિક્ચર ડ્રામા વિજેતા તરીકે ઉભરી આવી હતી.
‘જુડાસ અને બ્લેક મસિહા’ માં બ્લેક પેન્થર પાર્ટીના અધ્યક્ષ ફ્રેડ હેમ્પટનની ભૂમિકા ભજવવા માટે ડેનિયલ કાલુઆયાએ તેનો પ્રથમ સહાયક ભૂમિકા માટે ગ્લોબ જીત્યો હતો