ભરૂચ: ગુજરાત સરકાર દ્વારા ગોલ્ડન (Goldan) બ્રીજને (Bridge) સમાંતર નવનિર્મિત નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જો કે, ઘણા સમયથી રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવાં કે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો સદર નર્મદામૈયા (Narmada) બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના-મોટા અકસ્માતોમાં વણજાર ઊભી થઈ હતી. અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવરજવર પર નર્મદામૈયા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
ભારેખમ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા હુકમ
ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર.ડી.સુમેરા ગુજરાત પોલીસ અધિનિયમના રોજ રાત્રિના 12 કલાક સુધી દિન-30 માટે ખાનગી બસ તથા એસ.ટી. બસ, તમામ પ્રકારના ભારે ટ્રકો, ટેમ્પા, ટેન્કરોની ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર કાર સિવાયના ની અવરજવર પર પ્રતિબંધ મૂકવા હુકમ કરવામાં આવ્યો છે. આ જાહેરનામામાંથી આપાતકાલીન સેવા માટેના વાહનો જેવાં કે એમબ્યુલન્સ, ફાયર બ્રિગેડનાં વાહનોને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા હેઠળ શિક્ષાને પાત્ર થશે.
નોટિફાઇડ એરિયાની ઓફિસમાં ઉભરાતી ગટરો અને માર્ગના મુદ્દે સ્થાનિકોએ કરી ઉગ્ર રજૂઆત
અંકલેશ્વર જી.આઇ.ડી.સી ગોપાલ ડેરી પાસે આવેલ ઉમિયા ફ્લેટ,ધરમ સનસિટી સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરો અને માર્ગ મુદ્દે હેરાન પરેશાન બનેલ સ્થાનિકોએ નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ઓફિસ ગજવી હતી.છેલ્લા ઘણા સમયથી ગોકુલ ડેરી પાછળ આવેલ ઉમિયા ફ્લેટ ધર્મ સન સીટી અષ્ટવિનાયક સહિતની સોસાયટીઓમાં ઉભરાતી ગટરોને લઈ સ્થાનિક લોકો હેરાન પરેશાન બન્યા છે આ અંગે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતનું નિરાકરણ નહીં આવતા આજરોજ ત્રાહિમામ પોકારી ઊઠેલા સ્થાનિકોએ નોટિફાઇડ એરીયા ઓથોરિટી ઓફિસ ખાતે પહોંચી જઈ વિરોધ નોંધાવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે ગટર વ્યવસ્થા માર્ગ પર પેવર બ્લોક અને યોગ્ય રીતે માર્ગનું લેવલિંગ કરવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી અને આ અંગે કોઈ પણ જાતના પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.