તા.૧ ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન શ્રીમતી સીતારમણે ૨૦૨૦ – ૨૦૨૧ માટેનું બજેટ રજૂ કર્યું. તેના અનુસાર સોના – ચાંદી સસ્તાં થશે અને મોબાઇલ તથા તેના ચાર્જર મોંઘાં થશે. હવે સોના – ચાંદી જે સસ્તાં થશે તેનો લાભ માલેતુજારોને વધારે અને સામાન્ય માણસને ઘણો ઓછો મળશે કારણ કે સામાન્ય માણસ પોતાનું ભરણપોષણ માંડ કરતો હોય ત્યાં તે સોના- ચાંદી ક્યાં ખરીદવા જવાનો?
તો બીજી બાજુ ઓન લાઈન અભ્યાસને કારણે ગરીબ વિદ્યાર્થીઓને પણ મોબાઈલ ખરીદવાની નોબત આવી છે અને તે માટે સ્માર્ટ ફોન હોવો જરૂરી છે જે આમ પણ મોંઘાં છે તે વધુ મોંઘાં થશે એટલે મધ્યમ અને ગરીબ વિદ્યાર્થીઓને માટે મુશ્કેલી ઊભી થશે. ટૂંકમાં સોના – ચાંદી અને મોબાઇલ અંગેની બજેટની જોગવાઈ ચોક્કસ વિવાદાસ્પદ છે એવું નથી લાગતું?
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.