નવી દિલ્હી: સોનાના (Gold) ભાવમાં (Price) ગુરુવારે ઉછાળો જોવા મળ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનાની કિંમતોમાં પાછલા એક મહિનાનો (Last one Month) સૌથી લાંબો ઉછાળો (Jump) જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં ઉછાળા થયો હતો. આ ઉછાળા વચ્ચે સોનાના માર્કેટમાં તેની કિંમત 487 રૂપિયાથી વધીને રૂ. 52,566 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી હતી. તેના કારણે અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત રૂ. 52,079 પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી.
ચાંદીના ભાવોમાં પણ આવ્યો જબ્બર ઉછાળો
ચાંદીનો ભાવ પણ રૂ. 426 વધી રૂ. 58,806 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ.58,380 પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,774 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ કારોબાર કરી રહ્યું હતું. ચાંદી 20.12 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર હતી. જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો. દરમિયાન ફ્યુચર્સ માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 800 વધીને રૂ. 52,200 પ્રતિ 10 ગ્રામ થયો હતો
આ બાજુ સટોડિયાઓ પણ મેદાને
સટોડિયાઓએ મક્કમ સ્પોટ ડિમાન્ડ પર નવી પોઝિશન ઊભી કરી હતી. આ એક મહિનામાં એક દિવસમાં તેનો સૌથી મોટો ઉછાળો છે. ચાંદી પણ 1.2 ટકા વધીને રૂ. 58,250 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સહભાગીઓ દ્વારા નવી પોઝિશનની ખરીદીને કારણે સોનાના વાયદાના ભાવમાં વધારો થયો હતો. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનું 0.75 ટકા વધીને રૂ. 1,789.40 પ્રતિ ઔંસ થયું હતું. નીચા ડોલર અને યુએસ ટ્રેઝરી યીલ્ડ દ્વારા સોનાને ટેકો મળ્યો હતો.
શા માટે સોનું ઊછળ્યું?
ભારતમાં સોનાની કિંમત લગભગ બે મહિનાની સૌથી નીચી સપાટીએ છે. જુલાઈમાં સોનાની કિંમત બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. વિશ્વભરમાં સોનાના ભાવમાં ઘટાડો યુએસમાં અપેક્ષિત ફુગાવાના આંકડા કરતાં વધુ ખરાબ થવાને કારણે હતો. ટ્રેઝરી યીલ્ડ અને ડૉલરની મજબૂતી પાછળ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવતા અઠવાડિયે યુએસમાં નોન-ફાર્મ પેરોલ્સ ડેટા જાહેર કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતે અમેરિકા અને ચીન વચ્ચેના તણાવને કારણે સોનામાં તેજી આવી છે.