National

ગોવામાં 350 વર્ષ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર, PM મોદીએ કહ્યું- પ્રવાસનને મળશે પ્રોત્સાહન

નવી દિલ્હી: ગોવાની (Goa) પ્રમોદ સાવંત (Pramod Sawant) સરકાર પ્રાચીન ઐતિહાસિક મંદિરોના જીર્ણોદ્ધાર માટે ખૂબ જ સક્રિય છે. પોર્ટુગીઝો (Portuguese) દ્વારા નષ્ટ કરાયેલા એવા પ્રાચીન મંદિરોનો (Ancient Temples) સરકાર સર્વે અને તપાસ કરી રહી છે. આવા જ એક 350 વર્ષ જૂના સપ્તકોટેશ્વર મંદિરનો (Saptakoteshwar Temple) જીર્ણોદ્ધાર કર્યા પછી સાવંત સરકારે શનિવારે પુનઃનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું. ગોવા સરકારના આ પગલાની ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. તેમનું કહેવું છે કે સરકારના આ પગલાથી ગોવામાં પ્રવાસનને વેગ મળશે.

પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે અભિનંદન પાઠવ્યા હતા}
આવું ઘણા વખત બાદ બન્યું છે કે ગોવામાં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હોઈ. વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઐતિહાસિક શ્રી સપ્તકોટેશ્વર મંદિરના જીર્ણોદ્ધાર બદલ ગોવા સરકારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આનાથી યુવાનોનું આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડાણ મજબૂત થશે અને રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન મોદીએ શનિવારે એક ટ્વિટમાં કહ્યું, ‘જીર્ણોદ્ધાર શ્રી સપ્તકોટેશ્વર દેવસ્થાન, નાર્વે, બિચોલિમ આપણા યુવાનોને આપણી આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડશે. આનાથી ગોવામાં પ્રવાસનને વધુ વેગ મળશે.

આ સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ગોવા સરકારને જીર્ણોદ્ધાર બાદ ઐતિહાસિક મંદિર ફરી ખોલવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘ઘણા આક્રમણકારો દ્વારા હુમલો કર્યા પછી, મંદિરનું પુનર્નિર્માણ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે એક મુખ્ય તીર્થસ્થળ તરીકે તે સમગ્ર ભારતમાંથી ગોવા પહોંચનારા પ્રવાસીઓને અને અન્ય દેશ માંથી આવબરા પર્યટકોને પણ આ મંદિર આકર્ષશે.

સીએમ પ્રમોદ સાવંતે આભાર મોદી સરકારનો વ્યક્ત કર્યો હતો
પીએમ મોદીને અભિનંદન આપ્યા બાદ રાજ્યના સીએમ પ્રમોદ સાવંતે પણ પીએમ પદ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું કે પીએમ નરેન્દ્ર મોદીજી તમારા સતત સહયોગથી આ અમૃત કાલમાં ગોવા રાજ્યમાં પર્યટનને વધુ પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સ્થળોને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે કામ કરી રહ્યા છે.

Most Popular

To Top