SURAT

ગો-એર દ્વારા સુરત એરપોર્ટથી વિમાન સેવા શરૂ કરવા સ્લોટની માંગણી કરાઇ

ગો-એર એરલાઇન્સ દ્વારા 2020ના પ્રારંભમાં સુરતથી વારાણસી,લખનઉ,પટના,ગોવા અને જયપુર સહિત સાત શહેરોને જોડતી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી દર્શાવામાં આવી હતી. પરંતુ કોરોનાને લીધે લોકડાઉન જાહેર થતા એરલાઇન્સે આ ઓપરેશન ટાળ્યુ હતુ. હવે ગો-એરએ સુરતથી આઠ શહેરોને જોડતી ફ્લાઇટ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે સ્લોટની માંગણી કરી છે.

શક્યતા એવી છે કે એરલાઇન્સ દ્વારા સુરતથી પાંચથી છ શહેરોને જોડતી ફ્લાઇટ શરૂ કરવાની શક્યતા છે. સુત્રોના જણાવ્યા મુજબ ગો-એર દ્વારા સુરત એરપોર્ટ પર કેન્ટિનવાળી જગ્યા અથવા એર ઓડિશાને ફાળવવામાં આવેલી જગ્યા ટિકિટ વિન્ડો માટે ફાળવવા માંગ કરી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ સુરત ગ્રુપ દ્વારા એરલાઇન્સને પત્ર લખી છથી સાત શહેરોને જોડતી ફ્લાઇટ ઉનાળુ શિડ્યુલથી શરૂ કરવા માંગ કરી છે.

ગ્રુપ દ્વારા ચંદીગઢ,દિલ્હી,વારાણસી,ગોવા,લખનઉ, બેંગ્લુરૂ, પટના,જયપુર જેવા શહેરોની ફ્લાઇટ શરૂ કરવા માંગ કરવામાં આવી છે. ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે 2016થી ગો-એરને સુરતથી ફ્લાઇટ શરૂ કરવા ડેટા સાથે પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યુ હતુ. શક્યતા છે તે નવા શિડ્યુલથી એક વધુ એરલાઇન્સ સુરતથી ફ્લાઇટ શરૂ કરશે.

28 માર્ચથી ઇન્ડિગો સુરત-ચેન્નાઇ-કોઇમ્બતૂરની ફ્લાઇટ શરૂ કરશે
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા 28 માર્ચથી સુરત-ચેન્નાઇ-કોઇમ્બતૂર ની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોઇમ્બતૂરથી વિમાન ચેન્નાઇ આવશે. જ્યાં અડધો કલાકનો હોલ્ટ રાખી ચેન્નાઇથી સુરત આવશે અને એવીજ રીતે સુરતથી વાયા ચેન્નઇ થઇ કોઇમ્બતૂર જશે. એરલાઇન્સે સિંગલ પીએનઆર પર ટિકિટ બુકિંગ શરૂ કર્યુ છે.

આ ફ્લાઇટમાં સુરતથી કોઇમ્બતૂર જનારા કે આવનારા પેસેંજરોએ ફ્લાઇટ કે લગેજ બદલવાની જરૂર રહેશે નહીં. કોઇમ્બ્તુરથી 13.55 કલાકે ફ્લાઇટ ઉપડીને 15.00 કલાકે ચેન્નઇ પહોંચશે અને 30 મિનીટનો હોલ્ડ લીધા પછી 17.40 કલાકે સુરત આવશે. સુરતથી 18.15 કલાકે ઉપડી 20.20 કલાકે ચેન્નાઇ પહોંચશે અને ત્યાંથી ઉપડી 21.55 કલાકે કોઇમ્બ્તુર પહોંચશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top