Charchapatra

 ‘ગ્લોબલ’ શિક્ષણ ભારતમાં

ગુજરાતમિત્ર તા. 8/4/22 પાના નં. 5 નાં સમાચાર મુજબ ઉચ્ચકક્ષાનું ગ્લોબલ શિક્ષણ હવે ભારતમાં ઉપલબ્ધ થવાની દિશામાં ચક્રો ગતિમાન માટેનો ત્રિ-દિવસીય સેમિનાર સુરતની સ્કેટ કોલેજના નેજા હેઠળ સંપન્ન થયો. જેમાં એવું તારણ કાઢી શકાય કે ભારતીય વિદ્યાર્થીઓને વધુ હાયર અભ્યાસ માટે ખાસ કરીને કેનેડા, યુ.એસ. કે ઓસ્ટ્રેલિયા જવાની જરૂર નહીં રહે, જે અંગેની ટેકનોલોજી, ગ્લોબલ પ્લેટફોર્મ, પુલ ઓફ નોલેજ ત્થા ટ્રેનિંગની સગવડ ભારતમાં થઈ શકે છે. આ અત્યંત આવકારદાયક સ્તુત્ય અભિયાન છે. આ વ્યવસ્થાને કારણે (1) ભારતીય વિદ્યાર્થીઓ વિદેશી યુનિર્વસીટીમાં મોંઘી એડમીશન ફી, ત્યાં રહેવાનો ખર્ચ વિ. કરવો પડશે નહીં. (2) ભારતનો રૂપિયો ભારતનાં વિકાસમાં વાપરી શકાશે. (3) ભારતીય યુવા ધન પોતાના સ્કીલ ડેવલોપમેન્ટથી ભારતનાં જ ઔદ્યોગિક, ફાયનાન્સ વિ. ક્ષેત્રોમાં વિકાસગાથા દોરી શકશે. (4) ભારતીય વિદ્યાર્થીઓ પોતાના પરિવાર નજીક રહી, કુટુંબની કાળજી ત્થા પ્રસંગોપાત તુરંત પોતાના શહેર/ગામમાં સહેલાઈથી આવી, વડીલોની હુંફ લાગણી ત્થા સેવાનો પર્યાય બની શકે છે.
સુરત     – દિપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top