Business

જો સુરતના જ્વેલર્સ આવું કરે તો ચૂંટણી પંચની ટીમે જપ્ત કરેલી જ્વેલરી બે દિવસમાં છોડી દેવાશે

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ લગ્નસરાંની સિઝનમાં (Wedding Season) હીરા ઉદ્યોગકારો અને જ્વેલર્સ (Jewelers ) માટે ઊભી થયેલી મુશ્કેલીઓના મામલે બુધવારે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ગુજરાત રિજયનના ચેરમેન વિજય માંગુકિયાની આગેવાનીમાં ચૂંટણી દરમિયાન થતી સીઝરની પ્રક્રિયા ટાળવા અને SOP જાહેર કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

  • જીજેઈપીસી ગુજરાત રિજયનના પ્રમુખ વિજય માંગુકિયાની આગેવાનીમાં ચૂંટણી દરમિયાન થતી સીઝરની પ્રક્રિયા ટાળવા કલેક્ટરને રજૂઆત કરાઈ
  • જ્વેલર્સ પુરાવા રજૂ કરશે તો સ્ટેટિક ટીમે જપ્ત કરેલી જ્વેલરી બે દિવસમાં છોડી દઈશું: આયુષ ઓક

રાજ્યની ચૂંટણીની આચારસંહિતાને લીધે પરિવહનમાં જેમ એન્ડ જ્વેલરી ઉત્પાદકોને હાઈ વેલ્યુ ગુડ્ઝ સીઝ કરવાના મુદ્દાનો સામનો કરવો પડી રહ્યો છે. એના અનુસંધાનમાં કલેક્ટર આયુષ ઓકે ખાતરી આપી હતી કે, જે સામાન પહેલેથી જ સીઝ કરવામાં આવ્યો છે તે આગામી 2 દિવસમાં પુરાવાઓ મળ્યા પછી રિલીઝ કરી દેવામાં આવશે.

વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, બુધવારે કાઉન્સિલની ટીમ કલેક્ટર આયુષ ઓકને આ મુદ્દા પર ચર્ચા કરવા અને આવી જપ્તી ટાળવા માટેની પ્રક્રિયાને સમજવા માટે તથા તેના સંભવિત ઉકેલ માટે મળી હતી. કલેક્ટરે GJEPCના પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી એક SOP જાહેર કરવાની ખાતરી આપી હતી. તેમણે એ પણ ખાતરી આપી હતી કે, જે સામાન પહેલેથી જ સીઝ કરવામાં આવ્યો છે તે 2 કામકાજના દિવસોમાં બહાર પાડવામાં આવશે.

જે GJEPC સુરત ઓફિસ મેમ્બર્સને ટ્રાન્ઝિટ દરમિયાન અનુસરવા માટે મોકલાશે. લગ્નસરાંની સિઝનમાં જ્વેલર્સ ગ્રાહકને ઘરે જ્વેલરી, ડાયમંડ બતાવવા જાય છે. ઉપરાંત ચૂંટણી દરમિયાન જેમ એન જ્વેલરી એક્ઝિબિશન પણ નાનાં-મોટાં થઈ રહ્યાં છે, ત્યારે સ્ટેટિક ટીમની કાર્યવાહી મુશ્કેલી ઊભી કરી શકે છે.

કલેક્ટરની ખાતરી પછી GJEPC સુરત ઓફિસ SOP પર વેબિનારનું આયોજન કરશે અને SOPને તમામ GJEPC મેમ્બર અને અગ્રણી એસોસિએશનને સર્ક્યુલેટ કરશે. જે સુરતના કલેક્ટરની ઓફિસમાંથી પ્રાપ્ત થશે.

Most Popular

To Top