વડોદરા : કોરોનાકાળ દરમિયાન કેટલાક લોકો સરકારની બેદરકારી નો ભોગ બન્યા તથા દવાઓ ઇંજેક્શનોમા કાળાબજારી, હોસ્પિટલોમાં અસુવિધાઓ થી પીડિત જનતાની પડખે કોંગ્રેસે ન્યાયયાત્રા યોજી.જેમાં ઘણી જનતાનો સાથ મળ્યો હતો આ તમામ બાબતે આજે શહેરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. કોરોના મહામારીમાં covid 19 માં ન્યાય યાત્રા હેઠળ વળતર આપવા માટે ગુજરાત કોંગ્રેસે મુહિમ ઉઠાવી હતી. જેને લઇને કોંગ્રેસ દ્વારા શહેર શહેર ગામ ખાતે લોકોની વેદના સમજી હતી.
કોરોનાની મહામારી દરમિયાન સરકારની બેદરકારીનો ભોગ જનતા બની સરકારી આંકડાઓ મુજબ અંદાજે 10,081 લોકોના મૃત્યુ થયા બીજી તરફ વ્યવસ્થાના અભાવે ગુજરાતમાં 2.81 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જે આંકડા તાજેતરના હાવર્ડના સંશોધનમાં બહાર આવ્યા ત્યારે રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોવીડ-19 “ન્યાયયાત્રા” 16મી ઓગસ્ટથી કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં બે અઠવાડિયામાં જ 20,000 થી વધુ પરિવારોની કોંગ્રેસ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને તેઓને સાંત્વના આપવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા કોવીડથી મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિજનોને4 લાખનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે સાથે જ કોવીડગ્રસ્ત દર્દીઓના તમામ મેડિકલ-હોસ્પિટલ ખર્ચની રકમની સરકાર ચૂકવણી કરે, સરકારી બેદરકારી, નિષ્કાળજીની ન્યાયિક તપાસ થાય તથા કોવીડથી મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યને કાયમી નોકરી આપવાની માંગ કરવામાં આવી છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકી એ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કોવીડની બીજી લહેર દરમિયાન જનતાને ઓક્સીજન,હોસ્પિટલમાં બેડ્સની સુવિધાઓ આપવામાં સરકાર નિષ્ફળ રહી સાથે ઇંજેક્શનોમા, દવાઓમાં કાળાબજારી રોકવામાં પણ સરકાર નાકામ રહી, અમદાવાદમાં “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમને કારણે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોરોનાની મહામારી ફેલાઈ. પત્રકાર પરિસદ માં માજી પ્રદેશ પ્રમુખભરતસિંહ સોલંકી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ, વિપક્ષ નેતા અમી રાવત,પૂર્વ વિરોધપક્ષના નેતા અને હાલના મ્યુનિ. કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.