ભરૂચ, અંકલેશ્વર: (Bharuch-Ankleshwar) અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી (GIDC)માં આવેલી પ્રીમિયર એન્ડ કેમિકલ કંપનીમાં (Chemical Company) આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ પાનોલી નોટીફાઈડના ફાયર ફાઈટરોની (Fire Fighter) ટીમે ઘટના સ્થળે દોડી આવીને આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી અને કાબૂ મેળવ્યો હતો. જો કે, કોઈ જાનહાનિ ન સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
- પાનોલી GIDCની પ્રીમિયર એન્ડ કેમિકલ કંપનીમાં આગ લાગતાં નાસભાગ
- ફાયર વિભાગની બે ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો
- કોઈ જાનહાનિ ન સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો
અંકલેશ્વર તાલુકાની પાનોલી GIDCમાં આવેલી પ્રીમિયર મિનરલ્સ એન્ડ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં બુધવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઊઠતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. આગ અંગેની જાણ કંપની દ્વારા પાનોલી નોટિફાઈડ ઓથોરિટીને કરતાં તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરોની બે ટીમ મોકલી તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કયાં કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી. આગમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ તથા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પલસાણાના અંત્રોલીમાં આતંક મચાવતો વાંદરો આખરે પાંજરે પુરાયો
પલસાણા: અંત્રોલી ગામમાં છેલ્લા કેટલાક દિવસથી હેરાન કરતો કપિરાજ આખરે પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંત્રોલી ગામમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી એક વાનરે આતંક મચાવ્યો હતો. દસથી વધુ વ્યક્તિઓ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ગત શનિવારે એક ખાનગી શાળામાં ઘૂસી જતાં દોડધામ મચી ગઈ હતી. વાંદરાના આતંકને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાનરના આતંકથી ગ્રામજનો ત્રાસી ગયા હોવાથી ગામના સરપંચ ઉમેશ રાઠોડે વાંદરાને પાંજરે પૂરવા માટે પલસાણા વનવિભાગને લેખિતમાં જાણ કરી હતી. આથી વન વિભાગે ગામના પાંજરું ગોઠવતાં બુધવારે તેમાં વાંદરો પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે વાંદરાનો કબજો લઈ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.