અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં આવેલી ડાઇંગ મિલ તેમજ ટેક્સટાઈલ (Textile) માર્કેટને અચાનક કરાયેલા ભાવવધારાથી ઘણી મોટી અસર પડી છે અને મંદી અને મોંઘવારીના (Inflation) કારણે અંકલેશ્વર જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલી આઠ જેટલી ટેક્સટાઈલ અને ડાઈંગ મિલ (Dyeing mill) બંધ થતાં ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે.
સમગ્ર દેશમાં મોંઘવારી એ માજા મૂકી છે તેવામાં દરેક એકમોને આની માઠી અસર પડી છે. અંકલેશ્વરમાં આવેલા ડાઇંગ મિલ તેમજ ટેક્સટાઈલ માર્કેટને આ બાબતની ઘણી મોટી અસર પડી છે અને મંદી અને મોંઘવારીના કારણે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આઠ જેટલી ટેક્સટાઈલ અને ડાઈંગ મિલ બંધ થતાં ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે.
ડાઇંગ મિલ ચલાવવા માટે ખાસ કરીને કોલસાની ઘણી જરૂર પડતી હોય છે. જ્યાં કોલસાનો ભાવ 4 રૂપિયા હતો તે હવે 14 થી 16 રૂપિયા થઈ જતાં ઉદ્યોગોને પરવડતું નથી, અને કલર કેમિકલમાં પણ 15થી 35 ટકાનો ધરખમ વધારો થતાં હવે ડાઈંગ મિલ બંધ કરવાની ઉદ્યોગકારોને ફરજ પડી ગઈ છે અને એના કારણે હવે હજારો યુવાનો બેરોજગાર થઈ ગયા છે. ટેક્સટાઇલ માર્કેટ અને ડાઈંગ મિલ બંધ થઈ જતાં હજારો યુવાનો બેરોજગાર બન્યા છે. જે લોકો આશા લઈને ગુજરાતમાં નોકરી અર્થે આવ્યા હતા કે તેઓ અહીં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેમની હાલત ડાઈંગ મિલ બંધ થવાના કારણે અત્યંત બિસમાર થઈ ગઈ છે. તો સાથે સાથે તેમણે સરકારને મોંઘવારી પર કાબૂ મેળવવા તેમજ રો મટિરિયલ વસ્તુ કરવાની અપીલ પણ કરી છે.
પેટ્રોલનો ભાવ પહેલાવાર ભરૂચમાં 100ને પાર
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં નવરાત્રીના તહેવારો સમયે જ બુધવારે પેહલી વાર પેટ્રોલ સદી વટાવી ભાવ લિટરે રૂા.100.21 થઈ જતા પ્રજામાં દેકારો મચી ગયો છે. ઇંચણના સતત ભડકે બળતા ભાવો વચ્ચે મોંઘવારી મધ્યમ અને ગરીબ વર્ગની કમર તોડી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં પેટ્રોલનો ભાવ પ્રથમ વખત સદી વટાવી ચુક્યો છે. જ્યારે ડીઝલ પણ રૂા.99.98 પ્રતિ લીટર સાથે સેન્ચુરી મારવાની નજીક પહોંચી ગયું છે. ભરૂચ જિલ્લાની પ્રજા પણ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીમાં આર્થિક અને માનસિક રીતે સબળી રહી છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભડકાથી હવે લોકોનું માસિક બજેટ વેરવિખેર થઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ઇંધણના આસમાને પોહચેલા ભાવો આગામી તહેવારોમાં તમામ ક્ષેત્રે વિપરીત અસર કરતા મોંઘવારીમાં લોકોનું જીવવું વધુ કપરું બનશે. જિલ્લાના વાહનચાલકો અને પ્રજા સરકાર ઇંધણના ભાવોને અંકુશમાં લાવે તેવી માંગણી કરી રહી છે. ભરૂચ જિલ્લાના ત્રણ જેટલા પેટોલપંપની વાત કરીયે તો હિંદુસ્તાન પેટ્રોલિયમનો ભાવ 100.21 રૂપિયા નોંધાયો છે, જેમાં ડીઝલનો ભાવ 98.99 નોંધાયો છે. ઇન્ડીયન ઓઇલનો ભાવ 100.9 નો નોંધાયો છે. જ્યારે ભારત પેટ્રોલિયમનો ભાવ 100.57 ભાવ નોંધાયો હતો