ભુપેન્દ્ર પટેલ અને મોદી સરકાર ધ્યાન આપે ! એટલે શું ? એ ચોકીદાર છે !? ના…! મોદી છે તો બધુ મુમકીન પણ છે એ જ્યારે લુપ્ત થયેલા ડાયનાસોરને તો નહીં પણ 1952 પછી ભારતમાં ઉધાર અને/ અથવા હાથ ઉછીના યા રહેમરાહે નામીબિયાથી કાળા પટ્ટાના જંગલી ચિત્તા લાવી શકતા હોય તો પછી નવરાત્રીમાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારોને હયાત રાખવા લુપ્ત થઈ ગયેલા ઘેરૈયાઓને રૂઢિગત અને વારસાગત રીતે પુર્ન જીવિત કરી શકે એમ છે કેમ કે, મોદી વર્ષમાં 2 વખત અન્ન ત્યાગ કરીને નવરાત્રિના કુલ 18 દિવસનાં ઉપવાસ ફક્ત અને માત્ર લીંબુ પાણી અને ફળાહારથી કરે છે અને તેમની ભક્તિ અને શક્તિ બન્ને અતૂટ છે જેથી નવરાત્રિ, દિવાળી તેમજ શુભ પ્રસંગે ગામેગામ ફરીને માતાની આરાધના ઘેરૈયા કરે છે અને સમાજની સુખશાંતિ માટે માતાની કૃપા મેળવે છે.
તે ઘેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયક્ને ‘કવિયો’ કહેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કેટલાક પાત્રો હોય છે, જેનું અલગ અલગ મહત્ત્વ છે. કવિયો ઉપરાંત તરકટિયો ગભણિયા, ઢોલકવાળો, વડીલવર્ગ, મહેનતાણું, સાડીવાળો, ખંજરીવાળો, મંજરીવાળો, બંગડીવાળા, ઘોડીવાળો અને કાળી બિલાડી પાત્ર ઘેર નૃત્ય માટે મહત્ત્વના છે.આવો પોશાક પહેરીને રમેં છે નૃત્ય’કવિયો’ ગીત ગાય છે અને બીજા ઘેરૈયાઓ તેને ઝીલે છે. ઘૈરેયાનો પરંપરાગત પોશાક સાડી, ડબલ ફાળનું ધોતીયું, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માથે ફેટો, એક હાથમાં દાંડીઓ, બીજા હાથમાં મોરપીંછ, પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવશક્તિ સ્વરૂપ ધારણ કરે છે.
ઘેર મંડળીઓ જેના ઘરે નૃત્ય કરે તેની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાસામાન્ય રીતે એવી માન્યતા છે કે, ઘૈરેયા મંડળીઓ જે ઘેરે જાય તેનું કલ્યાણ થાય અને દરેક પ્રકારની મનોકમના માતાજી પૂર્ણ કરે છે. છેલ્લા કેટલાક સમયથી બદલાયેલી રહેણીકરણી અને જીવનપદ્ધતિના કારણે ઘેરૈયા નૃત્ય ભુલાઈ રહ્યું છે. ત્યારે ડિસ્કો દાંડિયાને સ્થાને ઘેરૈયાઓની રમઝટ શહેરની સોસાયટીમાં મચાવી હોય તો તેનો આનંદ પ્રમોદ અને ભક્તિ રસ જ કઇ જુદો હોય ! ખેર આ બાબતે ડબલ એન્જિન સરકારનું મનોરંજન અને સાંસ્કૃતિક વિભાગ ઘેરૈયાઓને નવરાત્રી ટાણે નિમંત્રીત અને સન્માનિત કરે એવી અભ્યર્થના સહ !
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.