નવી દિલ્હી : યુપીના ગાઝિયાબાદથી (Ghaziabad) એક સનસની ફેલાવતા અપરાધની ખબર રવિવારે સામે આવી છે. અહીં એક પતિએ તેની પત્નીના પ્રેમીની ઘાતકી હત્યા (Murder) કરી નાખી હતી. આ સમગ્ર ઘટના ગાઝિયાબાદના ખોડા વિસ્તારનો છે જ્યાં એક રિક્ષાચાલકની તેની પત્નીના પ્રેમીની (Lover) હત્યા કરવા બદલ ધરપકડ પણ કરવામાં આવી છે. ગાઝિયાબાદ પોલીસે (Police) રવિવારે આ ઘટના અંગેની સંપૂર્ણ માહિતી આપી છે.
શનિવારે 24 વર્ષીય યુવકનો ટુકડા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો
રુંવાટા ઉભા કરી નાખે તેવી આ ઘટનાની પોલીસ સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું કે શનિવારે ખોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંડોન નહેરના કિનારે રસ્તા પર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ રાજસ્થાનના કોટપુતલી નગરના રહેવાસી અક્ષય (24) તરીકે થઈ છે. આ કેસમાં મિહલાલ (34) નામના રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે.
લાશના 10 ટુકડા કર્યા બાદ બેગમાં ભરી ઝાડીમાં ફેંકી દીધા હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસને આપેલા નિવેદનમાં મિહલાલે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે તેની પત્નીના અક્ષય સાથે લગ્ન બાહ્યના સંબંધો હતા. આ કારણોસર તેણે અક્ષયની હત્યા કરી તેના મૃતદેહના 10થી વધુ ટુકડા કરી ત્રણ બેગમાં ભરીને ઝાડીઓમાં ફેંકી દીધા હતા.
લગ્ન બાહ્યતર સંબંધોનો આવ્યો કરુણ અંજામ
પોલીસ સૂત્રોએ વધુ માહિતી આપી હતી કે મિહલાલની મોટી પુત્રી થોડા દિવસો પહેલા દાઝી ગઈ હતી અને દિલ્હીની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પૂનમ તેની સંભાળ રાખવામાં વ્યસ્ત હતી જ્યારે તેના ઘરે વધુ બે પુત્રીઓ છે. મિહલાલે 19 જાન્યુઆરીએ અક્ષયને તેની પત્નીએ બાળકોની સંભાળ રાખવાના બહાને બોલાવ્યા બાદ ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે પોલીસે અક્ષયના મૃતદેહના અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
ગાઝિયાબાદ પોલીસ પુરાવા એકત્ર કરવામાં જોડાઈ
હાલ તો પોલીસે આ ઘટનામાં આરોપીની અટકાયત કર્યા બાદ તેની પુછપરછ અંગે વધુ તાપસના ચક્રો ગતિમાન કરી દઈ હત્યાને અંજામ આપનારરા મિહલાલે કયા હથિયારોનો ઉપયોગ કર્યો છે અને તેને ક્યાં ઠેકાણે લગાવ્યું છે અને અન્ય પૂરાવાને પણ એકત્ર કરવા માટે આ ઉપરાંત ઘટનાને જોનાર કોઈ આઈવિટનેસ છે અને જ્યાંથી લાશ મળી ત્યાં નજીકમાં કોઈ સીસીટીવી કેમેરા લાગ્યા છે કે નહિ તેની તપાસમાં પોલીસ લાગી ગઈ છે.