ગાઝિયાબાદ (Ghaziabad) કોર્ટમાં (Court) દીપડો (Leopard) ઘૂસી જતાં હંગામો મચી ગયો હતો. દીપડાએ જીવલેણ હુમલો કરીને કોર્ટની અંદર હાજર અનેક લોકોને ઘાયલ કર્યા હતા. માહિતી મળતા જ પોલીસ અને વન વિભાગની (Forest Department) ટીમ (Team) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર (Treatment) માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. દીપડાને પકડવાના પ્રયાસો કરવા આખેઆખી ટીમ લાગી ગઈ હતી.
- આઝિયાબાદની કોર્ટમાં ઘૂસ્યો દીપડો, પહેલા માળ સુધી પહોંચી ગયો
- કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ, અનેક લોકોને દીપડાએ ઘાયલ કર્યા
મળતી માહિતી મુજબ CJM કોર્ટની ઓફિસ નં.050 ની સામે દીપડાએ એક બૂટ પોલીશ કરવાવાળા પર હુમલો કરી ઘાયલ કર્યો હતો. સાંજે 4:10 વાગ્યે IMT બાજુથી એક દીપડો અચાનક કોર્ટમાં ઘુસી ગયો હતો. જે બાદ પહેલા માળે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરવા લાગ્યો હતો. દીપડાને જોઈને સમગ્ર કોર્ટ પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટના અંગે પોલીસ કમિશનર અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
છોટા ઉદેપુરના બોડેલીમાં 8 દિવસથી આતંક મચાવનારો દીપડો ઝડપાયો
છોટા ઉદેપુરના બોડેલીમાં છેલ્લા આઠ દિવસથી આતંક મચાવનાર આદમખોર દીપડાને વન વિભાગે પકડી પાડ્યો હતો. જોકે દીપડાને પકડવામાં વન વિભાગના કર્મચારીઓને ખૂબજ મહેનત કરવી પડી હતી. વન વિભાગની ટીમને દીપડાનું લોકેશન મળતાં એને પકડવા માટે રેસ્ક્યૂ હાથ ધરવાની તૈયારીઓ કરી હતી. આ કામગીરી માટે 136 જણાનો સ્ટાફ કામે લાગ્યો હતો. ત્યારે સતત 4 કલાકની જહેમત બાદ દીપડો પકડાયો હતો. દીપડાના ફૂડ માર્ક ચેક કરતા એક ખેતરમાં દીપડો હોવાની વન વિભાગને જાણકારી મળી હતી. જેના આધારે વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો.
જણાવી જઈએ તે બોડેલીમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડાએ આતંક મચાવ્યો હતો. ત્યાં સુધી કે આ આદમખોર દીપડાએ મુલધર, ધોળીવાવ ખાતે બે માસૂમ બાળકો પર હુમલો કરી તેઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આદમખોર દિપડાને કારણે ગામના લોકોમાં ભયનો માહોલ હતો. જેના કારણે વન વિભાગે 136 લોકોના સ્ટાફને ગામમાં ગોઠવી દીધો હતો. એટલું જ નહીં દીપડાને પકડવા 14 જેટલાં પાંજરાં પણ ગોઠવી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ભારે જહેમત બાદ દીપડો વન વિભાગની પકડમાં આવ્યો હતો. દીપડાને પકડ્યા બાદ પાવાગઢ રેસ્ક્યૂ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો.