વડોદરા : સામાન્ય સભામાં મેયર મોડે મોડે જાહેરાત કરી હતી કે વારસિયા સંજય નગરમાં આવાસોનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લાભાર્થીઓને 15 મહિનાનું ભાડું બાકી છે તે આગામી દસ દિવસમાં ચાર ભાડા આપી દેવામાં આવશે. પાલિકાના નીકળતા રૂપિયા પેટે વધુ 307 આવાસો બાંધી આપવામાં આવશે. પાલિકા તરફથી ઓછી અપાયેલી ૭૧ હજાર ફૂટ જગ્યા અંગે બિલ્ડર ક્લેઇમ નહીં કરે એવી લેખિત ખાતરી આપી હતી. પાલિકાને ૨૨ કરોડનો ફાયદા નો દાવો કર્યો હતો. રજાના દિવસે ડીપીએમસીના પ્રણવ ચોકસી સાથે મેયરે કરેલી બેઠક ફળદાયી નિવડી હતી .જોકે પ્રોજેક્ટ શરૂઆત કરશે તેવી માત્ર જાહેરાત થઇ છે .શરૂઆત ક્યારે થશે ? અને પૂરો ક્યારે થશે ?, તેવી જાહેરાત કરી નથી. લાભાર્થીઓને કબજો ક્યારે આવશે તેવી હાલમાં બિલ્ડર તથા પાલિકાએ જાહેર કર્યો નથી.
ગુજરાતમિત્રે સંજય નગર ના પ્રોજેક્ટની કાર્યવાહી ઉપર સતત નજર રાખી રહ્યું હતું. ગુજરાતમિત્ર 1841 પરિવારના પડખે હતું અને પાલિકા બિલ્ડરના પડખે હતું. ચાર વર્ષથી વધુ સમયથી ઈજારદારની મનમાની પાલિકાના સત્તાધીશોએ ચાલવા દીધી હતી.સામાન્ય સભામાં મેયરે જાહેરાત કરી હતી. કે વારસીયા સંજયનગર પ્રોજેક્ટ આગામી દિવસોમાં ચાલુ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવસ યોજના ની ppp model ના બે મોટા કેસો પેન્ડિંગ હતા. સજય નગર માં 1841 ગરીબોના પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો ની મંજૂરી આપવા છે. 15 મહિનાનું બાકી ભાડું દસ દિવસમાં 4 ભાડા લાભાર્થીઓ ને બિલ્ડર દ્વારા આપી દેવામાં આવશે. ૭૯૬ આવાસોને વાત હતી હવે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ 307 આવાસ વિનામૂલ્યે સ્કીમ પણ બાંધી આપવામાં આવશે .બિલ્ડર ૭૧ હજાર ફૂટ જગ્યા ઓછી છેમ તેની ભવિષ્યમાં ક્લેઇમ નહીં કરે તેવી બાહેધરી આપી છે. લાભાર્થીઓને છ મહિનાની અંદર લાભાર્થીઓને ભાડું ચૂકવાઈ જશે. મેયર કેયુર રોકડિયા ના જાહેરાતથી પાલિકાને ૪૦ કરોડનો ફાયદો થશે. સ્થાનિક કોર્પોરેટર હેમિષા ઠક્કર ,શીતલ મિસ્ત્રી, પક્ષના નેતા અલ્પેશ લીંબચીયસ અને વિરોધપક્ષના નેતા અમી રાવતે મેયર કેયુર રોકડીયાના આ નિર્ણયને આવકાર્યો હતો.
પાલિકા માટે શરમજનક છે કે સ્માર્ટ સિટીનો ગણાતો પ્રોજેક્ટ હાલના બોર્ડમાં ડ્રોપ કરવો પડ્યો
પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી શરૂ કરવામાં ચાર ચાર વર્ષ લાગી શકતા હોય. જ્યાં લોકસભાની ચૂંટણી ફરી આવે અને વિધાનસભાની ચૂંટણી બે વખત થઈ જાય છે. આ યોજના પંચવર્ષીય નહીં પરંતુ દસ વર્ષીય પ્રોજેક્ટ થશે. મેયરે પ્રોજેક્ટની શરૂઆત કરશે તેવી માત્ર જાહેરાત થઇ છે .શરૂઆત ક્યારે થશે? પૂરો ક્યારે થશે? તેવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. લાભાર્થીઓને કબજો ક્યારે આવશે તેવી હાલમાં બિલ્ડર તથા પાલિકાએ જાહેર કર્યું નથી. જે બિલ્ડર શરતોનું પાલન કરી શકતો ન હોય તેની સાથે વારંવાર પાલિકાના સત્તાધીશો કેમ બેઠક કરતા હતા. તેનો અંદાજ હવે પછી ની જાહેરાત થી થાય છે.અગમ્ય કારણોસર ઇજારો સાથે પાલિકા કડકાઈથી કરારનું પાલન કરાવી શકે નહીં. ઝુપડા વાસીઓ ને ભાડું અપાવી શકે નહીં. શનિવારની ખાનગી બેઠકોમાં કઈ રંધાયું છે તેવી લોકચર્ચા છે. શરૂથી આ પ્રોજેક્ટ વિવાદ ના રહ્યો છે એ વિવાદ હાઈકોર્ટમાં ગયો હતો. ઇજારદારે હજી સુધી જમીન પર એક પણ ઈટ મૂકી શક્યો નથી. અને પાલિકાએ સીએમ પોર્ટલ અને પી.એમ.પટેલ પર આ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે તેવું બતાવ્યું છે .આ સમયે આ પ્રોજેક્ટ પૂરો થઈ જવો જોઈએ ત્યારે હવે આ પ્રોજેક્ટ શરૂઆત કરવાની જાહેરાત મેયરે કરીને ખાલી પાલિકાની વાહ વાહ રહી છે. વડોદરાની જનતા જાણે છે કે ક્યાં શું રંધાયું છે. શરૂઆતથી અત્યાર સુધી આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતા આવ્યા છે.
૩૬ મહિનામાં આવાસો બાધી આપવામાં આવશે તેવી જાહેરાત પાલિકાએ કરી હતી
પાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત 2017માં વારસીયા સંજયનગર 1841 ઝૂંપડાઓ જમીનદોસ્ત કરી નાખ્યા હતા. પ્રધાનમંત્રી આવસ યોજના અંતર્ગત ૩૬ મહિનામાં આવાસો બાધી આપવામાં આવશે તેવી જાહેરાત પાલિકા એ કરી હતી. પરંતુ હજી બિલ્ડર દ્વારા ઇટ પણ મૂકવામાં આવી નથી. સંજય નગર ની વધારાની પ્રોમિસ મેયર કેયુર રોડકીયા એ આપી હતી. અત્યાર સુધી વાયદા અને વચન આપ્યા છે જેમાં બે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પાંચ કમિશનર બદલાઈ ગયા છે. કોર્ટ કેસના બહાને પાર્ટનરના બહાને ફાઇનાન્સના કારણે યેનકેન રીતે આ પ્રોજેક્ટ પાછળ ફેલાયો છે. ગરીબ આવાસ યોજનાના હકદાર સક્ષમ ન હોવાના કારણે કોર્ટ-કચેરીના ચક્કરમાં પડ્યા ન હતા 1841 લાભાર્થીઓ jmkm તકલીફોની ખાતે દિવસો કાળીયા છે, સાસદ, ધારાસભ્યો, કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતાઓએ વારંવાર હોબાળો મચાવ્યો છે લાભાર્થીઓએ પણ વારંવાર પાલિકામાં જઈને આવાસ યોજનાના બાંધકામ શરૂ કરવા અને બિલ્ડર દ્વારા ભાડા માટે હોબાળો મચાવ્યો છે પરંતુ આ પ્રોજેક્ટ અગમ્ય કારણોસર પાછળ ઠેલાતો રહ્યો છે.
વગર પરવાનગીએ ઠેર ઠેર ચાલતા ફૂડ કોર્ટ બંધ કરાવવા રજૂઆત
પાલિકાની સામાન્ય સભા અકોટા સરસયાજી નગર ગૃહ ખાતે મળી હતી. સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર રાજ રત્ન સોસાયટી ની પાછળ દિવસ રાત અને બારેમાસ ગંદુ પાણી તળાવમાં રહે છે અને નવલખી ખારવાવાડ ખાતે ડ્રેનેજ અંગે રજૂઆત કરી હતી. પરાક્રમસિંહ જાડેજા એ રજુઆત કરી હતી કે ખાનગી પ્લોટની અંદર ઠેર ઠેર ફૂટી નીકળેલા વગર પરવાનગીએ ચાલતા ફૂડ કોર્ટ માં પાલિકાએ ટેક્સ વસૂલ કરવા જોઈએ. અગાઉ મુલતવી રહેલી સામાન્ય સભા મેયરની અધ્યક્ષતામાં અકોટા સયાજી નગરગૃહ ખાતે યોજાઇ હતી આંગળીના વેઢે ગણાય એવા 7 કોગ્રેસી કોર્પોરેટર પૈકી માત્ર બેજ કોર્પોરેટરની હાજરી હતી.
કોંગ્રેસના કોર્પોરેટર બાળું સુર્વે સામાન્ય સભા રજૂઆત કરી હતી કે રાજરતન સોસાયટી ની પાછળ તળાવ માં દિવસ રાત અને બારેમા તળાવનું પાણી દુષિત અને ગંદુ પાણી થી ઉભરાઈ છે તેનો જલ્દી માં જલ્દી નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જ્યારે મેયરે જણાવ્યું હતું કે ટેકનિકલ કારણ ખાતર કામ અટક્યું છે. અધિકારીને રૂબરૂ બોલાવી ને કામગીરીને સુચના આપવામાં આવશે. નવલખી ખાતે પૂર્વ મેયર જીગીષાબેન શેઠે બજેટ ની અંદર ડ્રેનેજ લાઇન નાખવાની મંજૂરી આપી હતી પણ હજુ સુધી લાઇન આપવામાં આવી નથી. ૨૫૦થી ૩૦૦ પરિવાર રહે છે તેઓને પાલિકા તરફથી પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે પરંતુ ડ્રેનેજ ની સુવિધા મળે તે અંગે રજૂઆત કરી હતી.
કોર્પોરેટર જાગૃતિ કાકાએ જણાવ્યું હતું કે નવલખીની જગ્યા મહારાજાની હોવાથી ત્યાં કામ થાય નહીં અને મજુરી મળે નહીં. જોકે કોંગ્રેસના કોર્પોરેટર જણાવ્યું હતું કે પૂર્વ મેયર ના સમય વખતે રાજાએ મંજૂરી આપી હતી જેથી ડ્રેનેજ લાઈનની મજૂરી પાલિકા તરફથી બજેટ મંજૂર કરવામાં આવી હતી. પરાક્રમસિંહ જાડેજાએ સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે પાલિકા દ્વારા ટેક્સની બાકી રિકવરી સારી રીતે થઈ છે. નિઝામપુરા ખાતે પોતાની પાસપોર્ટ ઓફિસ આવેલી છે અને દર વર્ષે 5 લાખ 65 હજાર ટેક્સ ભરે છે. જોકે તેમના જ વિસ્તારમાં બીજા ખાનગી પ્લોટ ની અંદર ખાણીપીણી લારીઓ ઉભી રહે છે જો કે તેની પાસેથી કોઇપણ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો નથી. ખાનગી પ્લોટ ની અંદર ૧૦થી વધુ ખાણીપીણીની લારીઓ ઉભી રહે છે. અને મીની રાત્રી બજાર શરૂ કરીને. નાની નાની રેસ્ટોરન્ટ તો ઉભી કરી દેવામાં આવી છે.જેની કોઈ પણ પ્રકારની એ ને સહિતની મંજૂરી લેવામાં આવતી નથી. જેથી પાલિકાની રેવન્યુ આવક ઘટી રહી છે. જે પાલિકા આવા ખાનગી પ્લોટમાં ચાલતા ખાણીપીણીની લારીઓ પાસે ટેક્સની બજવણી કરવી જોઈએ જેથી પાલિકાને રેવન્યુ ની આવક થાય. ખાનગી પ્લોટમાં આવી મિનિ રાત્રીબજાર ચાલુ થઈ ગઈ છે. અમી રાવતે લેન્ડફીલ સાઇટ જલ્દી બનાવવાની રજૂઆત કરી હતી. અને નવા ૭ વોર્ડની રચના નો વિરોધ કર્યો હતો.