(પ્રતિનિધિ) આણંદ, તા.17
આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા 23મી જાન્યુઆરીએ પંચાયતના સભાખંડમાં આયોજિત કરવામાં આવી છે. આ બેઠક માટે પ્રસિદ્ધ થયેલ એજન્ડાના મુજબના કામોમાં 18 જેટલા કામોનો સમાવેશ કરાયો છે. વર્ષ 2024- 25ની આ પ્રથમ સામાન્ય સભામાં અંદાજે 9 કરોડના વિકાસના કામોને સમાવેશ કરવામાં આવ્યો છે. એજન્ડામાં આણંદ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગોનુ સમારકામ નવીનીકરણ, પાણીના નવા બોર, શિક્ષણ, આરોગ્ય સહિતના કામોનો સમાવેશ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપની સ્પષ્ટ બહુમતિ આધારે આ તમામ કામો મંજૂર થવાની સંભાવના છે. આ અંગેના એજન્ડાની નક્લ જીલ્લા પંચાયતના દરેક સદસ્યને પહોંચાડી દેવામાં દેવામાં આવી છે. સામાન્ય સભામાં હાજર રહેવા જાણ કરવામાં આવી છે. આ બેઠકના એજન્ડામાં સમાવેશ કરવામાંઆવેલ કામોને મંજૂરી આપવાની સાથે સાથે વિકાસકામોને વેગ આપવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આણંદ જિ.પંચા.ની સામાન્ય સભામાં 23મીએ યોજાશે
By
Posted on