કોઈ પણ વસ્તુમાં પરિવારોને સમય અને પરિસ્થિતિ અનુસાર આવે છે. એ પરિવર્તન કેવું આવશે? સમાજમાં તેની શું અસર થશે? એ તો હંમેશા ભવિષ્યના ગર્ભમાં રહેલી બાબત છે, પરંતુ એક વાત નક્કી છે કે પરિવર્તનમાં સકારાત્મક અને નકારાત્મક બંને બાબતો સામેલ હોઈ શકે છે. કેરળમાં લોઅર પ્રાથમિક શાળાનું એક પરિવર્તન સમગ્ર ભારતનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થયું છે. કેરળના છોકરા – છોકરીઓ બંને માટે જેન્ડર ન્યુટ્રલ જાતિગત રીતે તટસ્થ યુનિફોર્મ અપનાવીને લૈંગિક સમાનતાની વ્યવસ્થાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આ નિર્ણયને સામાજિક ક્રાંતિ તરીકે જોવામાં આવી રહ્યો છે. હકીકતમાં તેની શરૂઆત 4 વર્ષ પહેલાં 2017માં પ્રી – પ્રાયમરી વિદ્યાર્થીઓ માટે કરાઈ હતી.
જેન્ડર ન્યુટ્રલ હોવાની માંગણી છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ સહિત અન્ય પ્લેટફોર્મના માધ્યમથી કરાઈ રહી છે. બુદ્ધિજીવી સમાજ લાંબાં સમયથી માંગ કરી રહ્યો હતો. આધુનિક ભારતમાં જેન્ડર ન્યુટ્રલ પોશાક – શબ્દ જેન્ડર ન્યુટ્રલ ઓફિસ કે ટોઈલેટ આ તમામમાં પરિવર્તનનો વિચાર કરવો જોઈએ. જો કે તેમાં થોડી મુશ્કેલીઓ પણ છે. પુરુષપ્રધાન સમાજ તરફથી દલીલ કે જેન્ડર ન્યુટ્રલ થવાથી સામાજિક વ્યવસ્થા તૂટી જશે? જો કે બદલાના સામાજિક વાતાવરણને સ્વીકારવાની સામાજિક અને જાતિય સમાનતાની સાથે સાથે બૌધ્ધિક ચેતનાનો પણ વિકાસ થશે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.