વડોદરા (Vadodara)ના વારસિયામાં એક યુવક અને સગીરને સમલૈગિંક સંબંધ (Homosexual relationship) રાખવું ભારે પડ્યું છે. સપ્તાહ પૂર્વે નિર્માણાધીન સાઈટ નીચેથી ઈજાગ્રસ્ત યુવક મળવાની ઘટનામાં ચોંકાવનારી બાબત સામે આવી છે. આ વિસ્તારમાં રહેતા સગીર સાથે યુવકે શારીરિક સંબંધ (Sex) બાંધતી વેળાએ બંને ત્રીજા માળેથી પટકાયા હતા.
યુવક અને સગીર વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેમાં વારસિયા પોલીસે (Police) કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વારસિયામાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ નીચે ગત રવિવારે 22 વર્ષનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે પરિવારજનોએ યુવકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેણે સગીર સાથે ઇમારતના ત્રીજા માળે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને અચાનક જ આ સમયે દીવાલ તૂટી (Wall collapse) પડતાં બંને ત્રીજા માળેથી સીધા નીચે પટકાયા હતા. જોકે નીચે રેતી હોવાથી બંનેને સામાન્ય ઇજા થઈ હતી.
2 વર્ષથી બંને વચ્ચે હતો સમલૈગિંક સંબંધ
અકસ્માત સર્જાયા બાદ સગીર અને યુવકના પરિવારો વચ્ચે સમાધાન માટેની વાત ચાલી હતી, જોકે સમાધાન ન થતા યુવકના પરિવારે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે યુવકના પરિવારની અરજી લઈ સગીર સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે 2 વર્ષથી સમલૈંગિક સંબંધ હોવાનું અને અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પણ સપાટી પર આવ્યું છે. હાલ તો નવા જુવેનાઇલ કાયદા હેઠળ સગીરને જુવેનાઇલ જસ્ટિસ સામે રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાશે.
અગાઉ પણ સમલૈગિંક સંબંધમાં 3 વર્ષ પહેલા બે બહેનપણી ભાગી ગયેલી
વડોદરા શહેરના જ અટલાદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 વર્ષ અગાઉ એક 23 વર્ષીય પરિણીતા ફેસબુક થકી બનેલી પોતાની 19 વર્ષની બહેનપણીની સાથે ભાગી ગઈ હતી. જે કિસ્સો ત્યારે ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો. જે તે વખતે પરિણીતા પોતાના અઢી વર્ષના પુત્રને છોડી બહેનપણી યુવતી સાથે જતી રહી હોવાનો પરિણીતાના પતિએ આરોપ લગાવી પોલીસમાં અરજી કરી હતી.
પરિવારે ઘરમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, સોનુ ઘરમાંથી રૂ.95 હજારના દાગીના, રૂ. 45 હજાર રોકડા અને તેના અંગત ડોકયુમેન્ટસ લઇને ઘરેથી જતી રહી છે. સાથે જ અરજીમાં આરોપ લગાવાયો હતો કે બહેનપણી પણ તેના ઘરેથી રૂ.60 હજાર જેટલી રોકડ રકમ લઇને જતી રહી છે.