દાહોદ: સંજેલી ખાતે માંડલી રોડ પર આવેલી ગૌચરની જમીનમાં પૂર્વ સરપંચ અને તેના પરિવાર દ્વારા દબાણ કર્યા હોવાની ગામના જાગૃત નાગરિક દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવતા તાલુકા સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. હુકમ થતાં જ તંત્ર દોડતું થયું અને માપણીની કામગીરી હાથ ધરી હતી. સંજેલી ખાતે માંડલી રોડ પર આવેલી સર્વે નંબર 117 વાળી જમીન માં પૂર્વ સરપંચ અને તેના પરિવાર દ્વારા દબાણ કર્યા હોવાની ગામના જાગૃત નાગરિક ને ધ્યાને આવતા ગૌચર માં થયેલુ દબાણ ખુલ્લું કરવા માટે વારંવાર રજુઆત કરવામાં આવી હતી.
તેમ છતાં પણ કોઇ કાર્યવાહી ન થતા સરપંચ દ્વારા 15000 ચોરસ ફૂટ જેટલું દબાણ ની DLR ની માપણી શીટ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કાર્યવાહી ન થતા દબાણ ખુલ્લુ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જશવંતસિંહ ચૌહાણે હાઇકોર્ટ નાં દ્વાર ખખડાવ્યાં હતાં જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંજેલી ખાતે આવેલી ગૌચરની સીટી સર્વે નંબર 117 ની માપણી કરવા DLR ને પત્ર પાઠવ્યો હતો. જેને લઈ શનિવારના રોજ તાલુકા વિકાસ અધિકારી સુરેશ ગાંવિત નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર સરપંચ તલાટી કમ મંત્રી પંચો રૂબરૂ અને પોલીસ પ્રોટેક્શન સાથે માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સર્કલ મામલતદાર બી.એસ ડિંડોર : સંજેલી ખાતે આવેલી ગૌચરની જમીનમાં DLR દ્વારા માપણી કરવામાં આવી છે. માપણી શીટ રજુ કર્યા બાદ દબાણ છે કે કેમ તેની ખબર પડશે ગૌચરની જમીન પંચાયતની માલિકીની છે જો દબાણ આવશે તો દબાણ દુર કરવા માટે ટીડીઓ દ્વારા હુકમ કરશે.તાલુકા વિકાસ અધિકારી સુરેશ ગાંવિત : સંજેલી માંડલી રોડ પર આવેલી સર્વે નંબર 117 વાળી ગૌચરની જમીનની માપણી કરવામાં આવી છે દબાણ છે કે નહીં તેની DLR દ્વારા માપણી શીટ રજુ કર્યા બાદ જ ખબર પડશે.