ખંભાત : ખંભાતના મેતપુર રોડ પર રહેતા વેપારીને આર્મી ઓફિસર તરીકે ઓળખ આપનાર ગઠિયાએ રૂ.29 હજારની છેતરપિંડી આચરી હતી. આ અંગે ખંભાત શહેર પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો. ખંભાતના મેતપુર રોડ પર રહેતા ભાવિનકુમાર કનૈયાલાલ મિસ્ત્રી કંસારી જીઆઈડીસી ચોકડી પાસે વિશ્વકર્મા સ્ટીલ એન્ડ સિમેન્ટ સપ્લાયર્સ નામની દુકાનમાં બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરે છે. તેઓ 27મી ફેબ્રુઆરી,23ના રોજ દુકાન પર હાજર હતા તે સમયે સવારના દસેક વાગે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને હિન્દીમાં વાત કરતાં શખસે જણાવ્યું હતું કે, હું કાંતિ પ્રકાશ અગ્રવાલ અમદાવાદ આર્મી ઓફિસથી બોલું છું.
ખંભાતના કંસારી ઓએનજીસી કેવી સ્કૂલમાં કામ ચાલુ છે ત્યાં સિમેન્ટની જરૂર હોય 70 બેગ સિમેન્ટ મોકલી આપો. આથી, ભાવિનકુમારે 70 બેગના કુલ રૂ.29,340 થાય છે. તેમ જણાવી ટેમ્પામાં 25 બેગ ઓએનજીસી કેવી સ્કૂલમાં મોકલી આપી હતી. જોકે, સિમેન્ટ ક્યા ઉતારવાની છે ? તે અંગે પુછવા રીંગ કરી હતી. પરંતુ ગઠિયાએ નાણા ચુકવવાનું જણાવી ક્યુઆર કોડ મોકલી આપ્યો હતો. જે સ્કેન કરતા રૂ.બે રૂપિયા જમા પણ થયાં હતાં.