નવી દિલ્હી: પંજાબના (Punjab) લુધિયાનામાં ગેસ લીકેજની (Gas leakage) ધટના ધટી છે. કરિયાણાની દુકાનમાં ગેસ લીક થવાને કારણે આ અકસ્માત થયો હતો. જેના કારણે લગભગ 11 લોકોનાં મોત (Death) થયાની જાણકારી સામે આવી હતી તેમજ લગભગ 11 લોકોને સારવાર માટે આનન ફાનન હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મૃતકોમાં 2 બાળકો સહિત 5 મહિલાઓ અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. ગ્યારસપુરા ફેક્ટરીમાં સવારે 7:15 કલાકે આ અકસ્માત થયો હતો. ધટના મળતા જ પોલીસ ધટના સ્થળે પહોંચી હતી તેમજ તે વિસ્તાને સીલ કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ગેસ લીક થવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
ધટનાની જાણકારી મળતા જ ફાયર વિભાગ પણ ધટના સ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ઘટનાના કારણે ધણાં પાલતું જાનવરોના મોત થયાં હતા. આ ઉપરાંત વહીવટીતંત્ર ડ્રોનની મદદથી આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
પંજાબના લુઘિયાનાના ગ્યારસપુરા વિસ્તારના ધારાસભ્ય રાજીન્દરપાલ કૌરે આ ધટના અંગે જણાવ્યું કે જે જગ્યાએ આ ઘટના ઘટી તે બિલ્ડિંગમાં મિલ્ક બૂથ બનેલું હતું. સવારના સમયે જે લોકો આ બૂથ પર દૂધ લેવા ગયા તેઓ પણ બેભાન થઈ ગયા હતા. જાણકારી મુજબ જે બિલ્ડિંગમાં ગેસ લીક થયો છે તેના 300 મીટરની અંદર લોકો બેભાન થઈ રહ્યા છે. જાણકારી મુજબ જે ગેસ લીકેજ થયો તે ઝેરીલો હોય શકે છે આ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કારણે જે લોકો મૃત્યુ પામ્યા તેમાંથી 3 લોકોના મૃતદેહનો રંગ વાદળી થઈ ગયો છે.
ઘટના અંગે પંજાબના સીએમ ભગવંત માને કહ્યું છે કે લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ગેસ લીક થવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેઓ ઘટનાગ્રસ્ત વિસ્તારમાં જવાનો પ્રયાસ ન કરે. ડેપ્યુટી કમિશનરે એમ પણ કહ્યું છે કે ગટરના મેનહોલમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેથી જાણી શકાય કે આખરે આ બધું કેવી રીતે થયું. પોલીસ આજુબાજુના સીસીટીવી કેમેરા પણ ચેક કરી રહી છે. એવી પણ આશંકા છે કે ગટરમાં કોઈ કેમિકલ ભળ્યું હશે, જેના કારણે ઝેરી ગેસ લીક થયો છે.