SURAT

કતારગામ નવી GIDCમાં ગેસની બોટલ બ્લાસ્ટ થઈ: ચાર દાઝ્યા, તમામ ગંભીર

સુરત: શહેરની કતારગામ જીઆઈડીસીમાં આજે આઘાતજનક ઘટના બની હતી. અહીં એક ઝૂંપડામાં ગેસની બોટલ ધડાકાભેર ફાટી હતી. ઝૂંપડામાં રહેતા ચાર જણા આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામની હાલત ગંભીર હોવાની વિગતો સાંપડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ નવી GIDC માં એક ઝૂંપડામાં ગેસ બોટલ રીફલિંગ દરમિયાન બ્લાસ્ટ થતા ચાર જણા દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ મળ્યો નથી પણ તપાસ કરતા ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે દાઝી ગયેલા ચારેય સ્મીમેર મેડિકલ હોસ્પિટલમાં દાખલ છે. જેમાં બેની હાલત ગંભીર છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટનાની જાણ બાદ ટીમ સ્થળ પર મોકલતા એક ઝૂંપડામાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રીફલિંગ કરતી વેળા એ બ્લાસ્ટ થતા ઝૂંપડામાં છાપરા સુદ્ધાં ઉડી ગયા હતા. લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. ઝૂંપડામાં રહેલા ચારેય જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે હાલ આ તપાસ પોલીસ કરી રહી છે.

ઇજાગ્રસ્તોના નામ

  • ઓમ પ્રકાશ સુધીર સગવડ (ઉં.વ. 15 વર્ષ)
  • બહેરીન સગવડ (ઉં.વ. 18 વર્ષ)
  • મુન્ના વિનોદ પટેલ (ઉં.વ. 35 વર્ષ)
  • છોટુ દામોદર માથુર (ઉં.વ. 23 વર્ષ)

Most Popular

To Top