SURAT

દોઢ મહિનાથી આરોપી કાગળ પર ફરાર: ગાર્નેટ કોઇનની વેબસાઇટ બનાવનાર આરોપી સુરતમાંજ હોવાની ચર્ચા

સુરત : સુરત (Surat) સીઆઇડી (CID) ક્રાઇમ દ્વારા જે રીતે ગાર્નેટ કોઇન (garnet coin)ના કહેવાતા ચાર હજાર કરોડના કૌભાંડ (scam)ને ચાલીસ લાખનું કરી દેવાયું હતું તેમાં હજુ સુધી કોઈ જ મજબૂત તપાસ કરવામાં આવી નથી.

અગાઉ ‘ગુજરાતમિત્ર’ના અહેવાલ (Gujaratmitra report) પછી ગૃહમંત્રી જાડેજાએ આખી તપાસને રિ-ઓપન (re open) કરાવી હતી. તેમાં સુરત સીઆઇડીની ટીમની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. આ મામલે મુખ્ય વેબસાઇટ બનાવનાર (web developer) આરોપીને દોઢ વર્ષ પછી કાગળ પર લેવામાં આવ્યો હતો. હવે આ મામલે જિગ્નેશ નામનો આરોપી વોન્ટેડ છે. દોઢ મહિનાથી આરોપી કાગળ પર ફરાર છે. વાસ્તવમાં ગાર્નેટ કોઇનની વેબસાઇટ બનાવનાર આ આરોપી સુરતમાંજ હોવાની ચર્ચા છે પરંતુ સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ પોતાની પોલ ખુલી જાય તેમ હોવાને કારણે આ આખે મામલે છેલ્લા એક મહિનાથી આખી તપાસ ઢીલી મૂકી દીધી છે. ગાર્નેટ કોઇનમાં તપાસ નહી કરવા માટે સીઆઇડીના ગાંધીનગરના અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. આ મામલે ડીજી આશિષ ભાટિયા દ્વારા રિ-ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા હતા.

…તો સુરત સીઆઇડી ક્રાઇમની ટીમ ઘરે બેસી જાય

ગાર્નેટ કોઇનની વેબસાઇટમાં કેટલો વ્યવહાર થયો તે તમામ વિગતો કતારગામનો રહેવાસી જિગ્નેશ જાણે છે પરંતુ દોઢ વર્ષથી તેની કોઇ પૂછપરછજ કરવામાં આવી નથી. આ મામલે તપાસ રિ-ઓપન થતા આ તપાસ કરનાર સુરતના અધિકારીઓએ ઘરે બેસવાનો વારો આવે તેમ હોવાને કારણે આ અધિકારીઓની હાલમાં ઉઘ હરામ થઇ ગઇ છે

જિગ્નેશ રાતોરાત કરોડપતિ કેવી રીતે બની ગયો

જિગ્નેશ પટેલ ગાર્નેટ કોઇનમાં લોકોને બે મહિનામાં ડબલ આપવાની લાલચ ઓન લાઇન આપ્યા પછી એવું કહેવાય છે કે રાતોરાત તેની પાસે ચાર ફોર વ્હીલ આવી ગઇ હતી. ઉપરાંત સંખ્યાબંધ મિલકતો તેણે ખરીદી હતી. છેલ્લા દોઢ મહિનાથી સુરતમાંજ રહેતા આ ઇસમ સામે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ કોઇ કાર્યવાહી નહી કરતા આ મામલે મુખ્ય આરોપી ભાવિક કોરાટ આફ્રિકા ભાગી જવા સફળ રહ્યો હતો.

આ લોકોની અગાઉ ધરપકડ કરાઇ પરંતુ પુછપરછ કરવામાં આવી નહીં

આ કૌભાંડના મુખ્ય વિલન રિતેશ ભીખેશ સોજીત્રા, હિરલ ઉર્ફે હીરેન ધીરૂ કરોટા, ભાવિક કોરાટ, અનિલ બાલા ગોહીલ, હિતેશ પ્રફુલ્લ વઘાસિયાની ધરપકડ કરાઇ ચૂકી હતી પરંતુ આ મામલે કોઇ યોગ્ય તપાસ નહી કરાતા આ મામલે ફરીથી ઇન્કવાયરી કરવામાં આવી છે.

Most Popular

To Top