ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયાના પાણેથા ગામના વડવાળા ફળિયામાં નવરાત્રિ (Navratri) પર્વમાં ઘરઆંગણે ગરબા (Garba) જોતી તરુણી ઉપર એકતરફી પ્રેમમાં (Love) પાગલ યુવાને ચપ્પુ વડે હુમલો (Attack) કરી તેને મારી નાંખવાની કોશિશ કરતાં ગંભીર ઈજાને પગલે તરુણીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
- ‘તું મારી જોડે નથી બોલતી એટલે તને મારી નાંખવી છે’ કહી પાગલ પ્રેમીનો કિશોરી પર ચપ્પુથી હુમલો
- ગરબા રમવા ગયેલી તરુણીને નીલેશ વસાવાએ ચપ્પુના ઘા મારી દેતાં હોસ્પિટલમાં દાખલ
- હુમલો કરી હુમલાખોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો
ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં રહેતી ૧૩ વર્ષીય તરુણી ગત તા.2 ઓક્ટોબરે રાત્રે નવરાત્રિ પર્વમાં ઘરઆંગણે મહાકાલી માતાજીના મંદિરે ગરબા રમવા ગઈ હતી અને માતાપિતા સૂઈ ગયાં હતાં. એ વેળા મધરાતે ઘર પાસે બૂમાબૂમ થતાં તેઓ જાગી ગયાં હતાં. એ વેળા તેમની પુત્રી ગળાના ભાગે ઈજાઓ પામેલી હાલતમાં આવતાં તેણીની પૂછપરછ કરતાં ગરબા રમીને બહેનપણી દીપિકા નરેશ વસાવા સાથે ઘર પાસે ગરબા જોતી હતી એ સમયે ગામના નીલેશ વિષ્ણુ વસાવાએ પાસે આવી તેને પકડી લીધી હતી.
જેથી ડરી ગયેલી તરુણીએ તેને ધક્કો મારી દીધો હતો. જેને પગલે તે અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી અને તેને હાથમાં રહેલી ધારદાર છરી ગરદન ઉપર મૂકી ‘તું મારી જોડે નથી બોલતી, તને જાનથી મારી નાંખવી છે’ તેમ કહી ગળું કાપવા જતાં ફળિયામાં રહેતા નરેશ વસાવા દોડી આવ્યા હતા અને છોડાવવા જતાં એકતરફી પ્રેમમાં પાગલ નીલેશ વસાવાએ તરુણીને ગળાના ભાગે અને જેને હુમલામાં બચવા જતા હાથના ભાગે પણ ઈજા પહોંચી હતી. જ્યારે હુમલો કરી હુમલાખોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઈજાને પગલે ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે ઉમલ્લા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ઉમલ્લા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ હતી. એ બાદ પોલીસે નીલેશ વસાવાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.