અલવર : રાજસ્થાનના (Rajasthan) અલવરમાં (Alwar) નિર્ભયા (nirbhaya) કાંડ જેવી ક્રૂરતાની ઘટના સામે આવી છે. અહીં રાક્ષસોએ 15 વર્ષની એક મુકબધિર (Deaf and dumb) સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર (rape) ગુજાર્યો હતો. આ પછી બળત્કારીઓએ તીક્ષ્ણ વસ્તુ વડે પ્રાઈવેટ પાર્ટ (injured privet part) પર એટલા ઘા માર્યા કે યુવતીનું ઘણું લોહી વહી ગયું હતું. આટલું જ નહીં જે રસ્તા પર તેને ફેંકી હતી ત્યાં ચારેબાજુ લોહીના છાંટા પડ્યા હતા. બાદમાં જ્યારે રાહદારીઓએ જોયું તો તેઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાઈ હતી. હાલમાં પીડિતા આઈસીયુમાં દાખલ છે અને 24 કલાક પછી પણ રાક્ષસો વિશે કંઈ જાણી શકાયું નથી.
શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે પીડિત યુવતી તિજારા પુલિયા પર મળી આવી હતી. તે અહીં લગભગ એક કલાક સુધી પીડાતી હતી. રોડ પર ખૂબ જ લોહી વહી ગયું હતું. શરૂઆતમાં એવું લાગ્યું કે યુવતી માનસિક રીતે નબળી છે. ત્યાર બાદમાં જાણવા મળ્યું કે સગીર બાળકી મૂક-બધિર છે અને અલવર જિલ્લાના માલાખેડા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. આ યુવતી મંગળવારે સાંજે 4 વાગ્યે ઘરની બહાર નીકળી હતી. હજુ સુધી એ પણ જાણી શકાયું નથી કે નરાધમોએ તેનું ક્યાંથી અને કેવી રીતે અપહરણ કર્યું હતું. હાલમાં પીડિત સગીરાને અલવરથી જયપુરની જેકે લોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાજ્ય ચિલ્ડ્રન કમિશનના (State Children’s Commission) અધ્યક્ષ સંગીતા બેનીવાલ (Sangeeta Beniwal), સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી (Social Justice and Empowerment Minister) ટીકારામ જુલી, મહિલા અને બાળ વિકાસ મંત્રી મમતા ભૂપેશ (Women and Child Development Minister) અને ઘણા ઉચ્ચ અધિકારીઓ સગીરાના પરિવારને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
પ્રાઈવેટ પાર્ટ પર તીક્ષ્ણ વસ્તુ નાખવામાં આવી હતી
સગીરાના સારવાર કરી રહેલા ચિકિત્સક કેકે મીનાએ જણાવ્યું કે, સગીરાનું ઘણું લોહી વહી ગયું હતું. તેના પ્રાઈવેટ પાર્ટમાં મોટો કટ હતો. તેને કોઈ તીક્ષ્ણ વસ્તુથી ઈજા થઈ હતી. આ કારણે તેણે ઘણું લોહી ગુમાવ્યું છે. અલવર હોસ્પિટલમાં તેને 2 યુનિટ રક્ત આપવામાં આવ્યું હતું. આ પછી સગીરાને એક યુનિટ વધારાના લોહી સાથે અલવરથી જયપુર રેફર કરવામાં આવી હતી. ઓપરેશનની જરૂર હતી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અરવિંદ શુક્લા (Dr. Arvind shukla)એ જણાવ્યું કે પીડિતા હાલત હાલમાં નાજુક છે. ઓપરેશન કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટર, પ્લાસ્ટિક સર્જન, ગાયનેકોલોજિસ્ટની ટીમ સામેલ હતી.
કલાકો પછી પણ પોલીસના હાથ ખાલી છે
પોલીસનું કહેવું છે કે તેઓ આરોપીઓને શોધવા માટે ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ 24 કલાકથી વધુ સમય થવા છતાં પોલીસના હાથ ખાલી છે. અલવરના પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે તાત્કાલિક પોલીસની 5 પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસે આ મામલે પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પીડિતાને આર્થિક સહાય આપવામાં આવશે
પીડિતાના પરિવારને સરકાર તરફથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. અલવર ગ્રામીણના ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ટીકારામ જુલી સગીરાના પરિવારને મળ્યા છે. તેમણે સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.