વડોદરા તા.19
કામ અપાવવાનું કહીને 56 વર્ષીય મહિલાને છાણી વિસ્તારમાં અવાવરૂ જગ્યા પર લઇને ત્રણ વિધર્મીએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. દોઢ દિવસ રિમાન્ડ દરમિયાન સમા પોલીસ દ્વારા મુખ્ય આરોપીને બુરખો પહેરાવીને બનાવ સ્થળ પર લઇ જઇ પંચનામું કરાયું હતું. મુખ્ય આરોપીના રિમાન્ડ પુરા થતા તેની સાથે અન્યે બેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયા છે. સમા વિસ્તારમાં રહેતા 56 વર્ષીય આધેડ મહિલાને કામ અપાવવાનું કહીને ત્રણ વિધર્મીઓ દ્વારા રિક્ષામાં અપહરણ કરીને છાણી કેનાલ પાસેની અવાવરૂ જગ્યા પર લઇ ગયા હતા. જેમાં તેના પર વકીલ અહેમદ, સકીલ અહેમદ તથા ચમનખાન પઠાણે સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાની પુત્રીએ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી હતી.વકીલ અહેમદને રવિવારે કોર્ટમાં રજૂ કરીને દોઢ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં સોમવારે સમા પોલીસે મુખ્ય આરોપીને સાથે રાખીને દુષ્કર્મની ઘટનાની ખરાઇ કરાવવા માટે બુરખો પહેરાવી સ્થળ પર લઇ જઇને પંચનામુ કર્યું હતું. આરોપીને સ્થળ પર લઇ ગયા બાદ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો. તેની પૂછપરછ કરતા મુખ્ય આરોપીએ બિન્દાસ્ત રીતે જવાબ આપતો જણાયો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ સાથે રિમાન્ડ પુરા થતા વકીલ અહેમદને પણ કોર્ટમાં રજૂ કોર્ટ દ્વારા ત્રણને આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે.
સામુહિક દુષ્કર્મ કેસ : આરોપીનેસાથે રાખી સ્થળ પર પંચનામું કરાયું
By
Posted on