SURAT

સુરતમાં વધુ એક ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસઃ ગણપતિની 10 મૂર્તિઓ તોડી, બે મહિલાની ધરપકડ

સુરતઃ રવિવારે રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટનાના પડઘાં શાંત નથી થયાં ત્યાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાની બીજી એક ઘટના સામે આવી છે. શહેરના સોની બજારમાં ગણપતિની મૂર્તિ વેચનાર વિક્રેતાની દુકાનમાં ઘુસી ગણેશજીની મૂર્તિ તોડી નાંખવામાં આવી છે. આ કેસમાં લઘુમતી કોમની બે મહિલાઓની અઠવા પોલીસે ધરપકડ કરી છે.

  • અઠવા પોલીસ દ્વારા લઘુમતી કોમની બે મહિલાઓની ધરપકડ
  • મહિલા સાથે બે બાળક જેની ઉંમર 5 અને 6 વર્ષ ની છે એ બને એ મૂર્તિ ખંડિત કરી હતી
  • ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
  • સમગ્ર ઘટના અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર વિશાલ હીરાલાલ ખલાસી સોની ફળિયા એનિબેસન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટની દુકાન નં. 3માં ગણપતિની મૂર્તિ વેચે છે. ગઈ તા. 17 ઓગસ્ટના રોજ તેમની દુકાનમાં લાઈલા સલીમ શેખ (રહે. ચોકબજાર કિલ્લા પાસે આવેલા બ્રિજ ઉપર) તથા રૂબીના ઈફાણ પઠાણ (રહે. શાબીર પ્લાસ્ટિકવાળાની દુકાન પાસે ફૂટપાથ ઉપર કમાલગલી, સુરત) બે નાના બાળકોને લઈને આવી હતી.

બાદમાં આ બંને મહિલાઓએ પોતાના બાળકો પાસે ગણપતિની મૂર્તિઓ તોડાવી આશરે 60,000નું નુકસાન કર્યું હતું. તેમજ ધાર્મિક લાગણી દુભાવી હતી. આ બંને મહિલાઓ વિરુદ્ધ વેપારીના ભાઈ રાહુલ ખલાસીએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે બંને મહિલાઓ ફૂટપાથ, બ્રિજ પર રહે છે અને ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવે છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર ખલાસીની દુકાનમાં બંને મહિલાઓની ઉશ્કેરણીથી 5-6 વર્ષની ઉંમરના નાના બાળકોએ અંદાજે 10 જેટલી મૂર્તિ તોડી નાંખી હતી. ગઈ તા. 8 સપ્ટેમ્બરને રવિવારની રાત્રે સૈયદપુરામાં ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટના બાદ દુકાનદારે આ બંને મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે.

Most Popular

To Top