ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં છેલ્લા છ – સાત મહિનાથી હાર્ટ એટેકથી ચોંકાવનારી રીતે યુવકોના મોત થઈ રહ્યાં છે. તાજેતરમાં રાસ – ગરબાની (Garba) પ્રેક્ટિસ કરતાં ચારેક યુવકોનું જામનગર, મોરબી , રાજકોટ તથા જુનાગઢમાં મૃત્યુ થયુ છે. યુવકોના સતત હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ રહ્યાં હોવાની ઘટનાએ સમાજ જીવનમાં ચિંતાનું વાતાવરણ પેદા કર્યું છે. આજે ફરીથી સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે.
- સુરેન્દ્રનગરમાં પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત
- સાયલાના સુદામડામાં 25 વર્ષનો યુવક કલ્પેશ ચાવડા દોડતા દોડતા જ અચાનક રસ્તા પર ઢળી પડ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડામાં ૨૫ વર્ષીય કલ્પેશ ચાવડા નામનો યુવક પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જેના પગલે આ યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. એકલા રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી જવા પામી છે. રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયા છે.
રાજકોટમાં એક જ અઠવાડિયામાં હાર્ટએટેકના 63 બનાવો
રાજકોટમાંથી મળતી વિગતો મુજબ , રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટએટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા,