ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આગામી તા.૧૨થી ૧૪મી જૂન વચ્ચે સૌરાષ્ટ્રમાં વાવાઝોડું (Cyclone) ત્રાટકે તેવો ખતરો પેદા થયો છે. જેના પગલે રાજય સરકાર (Government) દ્વારા અત્યારથી જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પગલા લેવાઈ રહ્યાં છે. વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતમાં પણ તેજ ગતિએ પવન ફૂંકાશે.
- 12થી 14મી જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર વાવાઝોડું ત્રાટકે તેવી ભીતિ, પ્રતિ કલાકના ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે
- વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતમાં પણ તેજ ગતિએ પવન ફૂંકાશે
વાવાઝોડાને પગલે કાચા પાક્કા મકાનો તૂટી પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અરબી સમુદ્રમાં 5મી જૂને આ વાવાઝોડું આકાર પામશે, તે ગુજરાત તરફ આવે તેવી વકી રહેલી છે. જો આ વાવાઝોડુ ફંટાઈ જાય તો તે કરાંચી કે ઓમાન તરફ સરકી શકે છે.
આગામી તા. 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. ત્યારે પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડુ ટકરાઈ શકે છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7મી જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે.
13 જૂનની આસપાસ વાવાઝોડુ ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.