ગાંધીનગર: (Gandhinagar) એક તરફ આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Election) આવી રહી છે તે પહેલા ગુજરાતમાં (Gujarat) આપ પાર્ટી દ્વારા માસ્ટર સ્ટ્રોક મારવામાં આવી રહ્યાં છે તેવા વખતે આવતીકાલે પ્રદેશ ભાજપની વર્ચ્યુઅલ કારોબારીની બેઠક યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ (C R Patil) પણ ઉપસ્થિત રહેશે, જિલ્લાઓમાંથી 283 સભ્યો પણ આ વર્ચ્યુઅલ કારોબારીની બેઠકમાં (Meeting) જોડાશે. ખાસ કરીને આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેના પગલે હવે ભાજપની નેતાગીરીનું ફોકસ પણ ચૂંટણી જ રહેશે. આ ઉપરાંત સરકાર અને સંગઠન દ્વારા કરાયેલી કામગીરી મુદ્દે રાજકીય ઠરાવ પણ પસાર કરાશે.
આપ હોય કે કોઈ પણ પાર્ટી ગુજરાતમાં આવે તેનાથી કોઈ ફેર પડતો નથી- નીતિન પટેલ
આમ આદમી પાર્ટીમાં (Aam Admi Party) પહેલા પત્રકાર ઈશુદાન ગઢવી જોડાયા બાદ હે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી જોડાઈ જતાં ભાજપમાં (BJP) આમ તો ભરે વમળો પેદા થવા પામ્યા છે. જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) કહયું હતું કે આપ હોય કે કોઈ પણ પાર્ટી ગુજરાતમાં આવે તેનાથી કોઈ ફેર પડતો નથી. પટેલે કહયું હતું કે કોઈ પણ પક્ષ ગુજરાતમાં આવે તેનાથી કોઈ ફેર પડતો નથી. આમ આદમી પાર્ટી માત્ર બિનજરૂરી ખર્ચાઓ કરે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેની મતદારોએ નોંધ પણ લીધી નહોતી. 2017ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો હતો અને 2022ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થશે. આપ માત્ર એક શહેર પુરતો મર્યાદિત પક્ષ છે. ગુજરાતના લોકોને બધીજ સમજણ છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહયું હતું કે હવે ભાજપ ભારતીય ઝઘડા પાર્ટી બની ગઈ છે. ગુજરાતના લોકોને આપમાં વધુ વિશ્વાસ છે. સરકારી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના મામલે રાજયભરમાં આંદોલન કરનાર જન અધિકાર મંચના પ્રવીણ રામ અને સિસોદિયા વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા , ઈશુદાન ગઢવી પણ હાજર રહયા હતા. હવે ટૂંક દિવસોમા પ્રવીણ રામ પણ આપ જોડાઈ જશે,તેમને પણ વિધિવત પાર્ટીમાં પ્રવેશ આપવામા આવશે.