Gujarat

અમરેલીમાં ચૂંટણી ફરજ દરમ્યાન મહિલાકર્મીનું મોત, ખંભાતમાં મતદાન કર્યું ને મહિલા કેન્દ્ર પર જ ઢળી પડી

ગાંધીનગર: (Gandhinagar) અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી (Election) ફરજ દરમ્યાન એક મહિલા કર્મચારી ઢળી પડતાં તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેકના કારણે આ મહિલા કર્મચારીનું નિધન થયું હોવાનું અનુમાન છે.

  • અમરેલીમાં મતદાનની ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું મોત
  • ખંભાત અને અમદાવાદમાં મણિનગરમાં મહિલા ઢળી પડયા

મતદાનના દિવસે ગરમીનો પ્રકોપ જીવલેણ બન્યો હતો. ગરમીનો પારો ઉંચો જશે તેવી પહેલેથી જ આગાહી હતી અને સાવચેતી રાખવા સલાહ અપાઈ હતી. જો કે જાફરાબાદમાં એક મહિલા કર્મચારીનું ચૂંટણી ફરજ દરમિયાન મોત નીપજ્યું છે. જાફરાબાદ શહેરની સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા, અચાનક કામગીરી દરમિયાન પડી ગયા હતા. તેમને 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.

બીજી ઘટનામાં આણંદ ખંભાત વિધાનસભાના ધુવારણમાં મહિલાને હાર્ટ એટેક આવ્યો છે. મહિલાએ મતદાન કર્યું ને મતદાન મથક ઉપર જ હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પોલિંગ ઓફીસરોએ મહિલાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમને સફળતા ન મળી અને મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું. મૃતક મહિલાનું નામ સજનબેન સોલંકી હોવાનું અને તેઓ હરીપરા વિસ્તારના રહેવાસી હોવાની વાત સામે આવી છે. ચાલુ મતદાને મહિલાનું નિધન થતા અરેરાટી મચી ગઈ છે.

વધુ એક બનાવમાં અમદાવાદના મણિનગર ગોરના કુવા પાસે શ્રી શારદાબેનની વાડી પાસે વોટ આપીને આવેલી એક મહિલા એકાએક ઢળી પડી હતી. તડકામાં લૂ લાગતા જાહેર માર્ગ પર જ મહિલાને ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગઈ હતી. સુરેખા રોહિત નામના 40 વર્ષીય મહિલા શારદાબેનની વાડી પાસે જ ઢળી પડ્યા હતા, ત્યારે તેમને સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની તબિયત લથડી, રાજકોટ હોસ્પિટલમાં દાખલ
ગાંધીનગર: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને અમરેલી ખાતે મળવા જઈ રહ્યા હતા, ત્યારે મોકરિયાની તબિયત રસ્તામાં જ લથડી હતી. જેને કારણે તેમને તાત્કાલિક રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ પરસોતમ રૂપાલાને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

Most Popular

To Top