નવી દિલ્હી: આજે સવારે મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પાસે એક મોટી દુર્ઘટના બની છે. અહીં દોડતી ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનમાં આગ લાગી ત્યારે ટ્રેનના 22 કોચમાં હજારો મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતાં. આગની ઘટનાને પગલે મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ બર્નિંગ ટ્રેન નંદુરબાર રેલવે સ્ટેશને પહોંચી ત્યાર બાદ અટકાવી મુસાફરોને ઉતારી લઈ આગ ઓલવાની કામગીરી કરવામાં આવી હતી.
- ગાંધીધામ-પુરી એક્સપ્રેસ નંદુરબાર સ્ટેશન પહોંચી રહી હતી ત્યારે ટ્રેનના પેન્ટ્રી કારમાં આગ લાગી
- નંદુરબાર સ્ટેશન પર લઈ જઈ ટ્રેનને અટકાવી દઈ મુસાફરોને નીચે ઉતારી આગ ઓલવવામાં આવી
- સવારે બનેલી આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામ-પુરી એક્સપ્રેસ 12993માં (Gandhidham-Puri Express) આગ (Fire) લાગી હતી. ટ્રેનના (Train) પેન્ટ્રી કારમાં (Pantry Car) આગ લાગી છે. મહારાષ્ટ્રના (Maharashtra) નંદુરબાર સ્ટેશન (Nandurbar Railway Station) પાસે આગ લાગી હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આગને કાબુમાં લેવામાં આવી છે. તમામ મુસાફરો (Passengers) સુરક્ષિત (Safe) છે. ફાયર બ્રિગેડ (Fire Brigade) ઘટનાસ્થળે પહોંચી ગયું છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકો પણ તેને સાથ આપી રહ્યા છે. આ પછી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના (Western Railway) જણાવ્યા અનુસાર ગાંધીધામથી પુરી જતી ટ્રેન નંબર 12993ની પેન્ટ્રી કારમાં સવારે 10:35 વાગ્યે આગ લાગી હતી . તે સમયે ટ્રેન નંદુરબાર સ્ટેશને પહોંચી રહી હતી. આ ટ્રેનમાં કુલ 22 કોચ હતા જેમાંથી 13મો કોચ પેન્ટ્રી કારનો હતો. રેલ્વે મંત્રાલય (Railway Ministry) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમાં પણ કોઈ જાનહાનિના સમાચાર નથી.
આગનું કારણ જાણી શકાયું નથી,
રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. 12993 ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેન સ્ટેશને પહોંચે તે પહેલા જ અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક મોકલવામાં આવી હતી.