Columns

ફ્યુઝ બલ્બ

એક જોગર્સ પાર્કમાં રોજ સવારે અને સાંજે સીનીયર સીટીઝન્સ દોસ્તોની મહેફિલ જામતી.બધા હવે કામમાંથી રીટાયર હતા.અને અહીં ભેગા મળી કસરત કરતા ..વાતો કરતા …વોક કરતા અને એકબીજાની સાથે મસ્તીથી ટાઇપ પાસ કરતા.થોડા દિવસથી પાર્કમાં એક નવા સીનીયર સીટીઝન ચાલવા આવતા.કોઈ મોટા સાહેબ હોય તેમ લાગતું કારણ મોઢા પર રૂઆબ હતો અને જલ્દી કોઈ સામે હસતા નહિ અને વાત તો કોઈ સાથે જ કરતા નહિ.

એક દિવસ આ નવા સાહેબ થોડે દુર બાંકડા પર એકલા બેઠા હતા.અને સીનીયર સીટીઝન દોસ્તોની ટોળી મસ્તી મજાક કરી રહી હતી.એક બે જણ, પેલા સાહેબ સામે હસ્યા પણ સાહેબે મોળો જવાબ આપ્યો.એક જણ તો બોલાવવા ગયું પણ તેમણે ના પાડી દીધી. બીજે દિવસે પેલા સાહેબ વોક કરી એક બાંકડા પર બેઠા ત્યાં બાજુમાં એક વયોવૃધ્ધ કાકા તેમની બાજુમાં આવીને બેઠા.થોડી વાર સાહેબ તો કઈ બોલ્યા નહિ, કાકાએ વાત શરુ કરી…ધીમે ધીમે સાહેબ વાતો કરવા લાગ્યા…તેમની વાતોથી ખબર પડી કે રીટાયર આઈ.એ.એસ ઓફિસર છે અને હમણાં જ અહીં રહેવા આવ્યા છે.

પછી તો સાહેબ રોજ કાકા પાસે આવીને બેસતા બધા જોડે બહુ ના બોલતા પણ કાકા સાથે વાતો કરતા તેમની વાતોમાં તેમની પ્દ્વીનું અભિમાન જ છલકતું …’હું બહુ મોટો કલેકટર હતો …મેં આટલા સુધારા કર્યા …અહીં તો મારા દીકરા પાસે રહેવા આવ્યો છું ..દિલ્હીમાં મારી બહુ ડીમાંડ છે વગેરે વગેરે …કાકા રોજ તેમની આવી અભિમાન ભરી વાતો સાંભળતા. એક દિવસ કાકા કલેકટર સાહેબની ઘમંડભરી મોટી મોટી વાતો સાંભળી એવા કંટાળી ગાયકે તેમણે પોતાના દોસ્તોની ટોળી તરફ તાળી પાડી મોટેથી કહ્યું, ‘અરે વાહ આપણી વચ્ચે હજી એક ફ્યુઝ બલ્બ આવ્યો છે.

તેનું સ્વાગત કરો …’બધાએ તાળીઓ પાડી.પેલા સાહેબને કઈ સમજાયું નહિ. કાકાએ હસતા હસતા કહ્યું, ‘દોસ્ત હવે તું સાહેબ નથી…એક ફ્યુઝ બલ્બ છે…શું તે ફ્યુઝ બલ્બ જોયા છે ?? બલ્બ એકવાર ફ્યુઝ થઇ જાય પછી કોઈ જોતું નથી તે કઈ કંપનીનો છે ?તે કેટલા વોટ નો છે? તે કેટલો ઉપયોગી હતો ? બધા તેને નકામો ગણી કચરામાં જ ફેંકે છે.રીટાયર મેન્ટ બાદ આપણે બધા આ ફ્યુઝ બલ્બ સમાન જ છીએ.

કોણ શું કામ કરતુ હતું ..કેટલા મોટા પદ પર હતું ..તેનો કોઈ અર્થ રહેતો નથી.અહીં આ દોસ્તોની ટોળીમાં કોઈ રેલ્વે ઓફિસર હતા ..કોઈ સેનામાં બ્રિગેડીયર …કોઈ ઈસરો ચીફ …કોઈ ઇન્કમટેક્ષ કમિશ્નર તો કોઈ નેવી ઓફિસર છે પણ અમે બધા એ વાત અને એ પદનો ભાર છોડી દીધો છે તે વાત કોઈને કહી નથી અને રૂઆબ કોઈને બતાવતા પણ નથી. રીટાયરમેન્ટ બાદ બધા એક સરખા જ છીએ.’કાકાણી વાત સાંભળી પેલા સાહેબને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેઓ પોતાનું ઘમંડ અબે જૂની વાતો છોડી બધા સાથે ભળવા લાગ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top