Vadodara

વિદેશથી મળેલું ફંડ CAA વિરોધી તત્ત્વોને છોડાવવા વાપર્યું

વડોદરા: આડમાં વિદેશથી ત્રણ વર્ષમાં 24.50 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ મેળવીને કટ્ટરવાદી સલાઉદ્દીન શેખ અને તેના સાગરીતો નાણાંનો ઉપયોગ દિલ્હી ખાતે સીએએના તોફાનીઓને રમખાણોમાં છોડાવવા અને કાયદાકીય ખર્ચ અર્થે આર્થિક સહાયનો ઉપયોગ કરતા હોવાનું દેશવ્યાપી કૌભાંડ આખરે વડોદરા સુધી આતા પોલીસ તંત્ર સતર્ક બની ગયું હતું. સલાઉદ્દીન મંડળીએ ખોટા દસ્તાવેજો અને રેકર્ડ પણ સરકારી કચેરીમાં રજૂ કર્યા છે.

ઉત્તરપ્રદેશ એટીએસએ દેશના કટ્ટરવાદી સંગઠનોના િહન્દુ ધર્મપરિવર્તન અને દેશદ્રોહી કૃત્યોના નાપાક કૌભાંડનો ભાંડો ફોડી નાંખવા આ ગુનામાં સંડોવાયેલા સલાઉદ્દીન શેખ અને મૌલવી ઉમર ગૌતમ સહિતના ઇસમો વિરૂધ્ધ શહેર ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાતા સનસનાટી મચી ગઇ હતી.

દુિનયાભરના મુસ્લીમ દેશોમાંથી અઢળક િવદેશી નાણાં હવાલા મારફતે મંગાવીને દેશના િવવિધ રાજ્યોના ગરીબ, મૂકબધિર, મજબુર મહિલાઓને નાણાંકીય લાલચ, નોકરી, અનાજના પ્રલોભનો આપતી કટ્ટરવાદી મૌલવીઓના નાપાક કૌભાંડનો ઉત્તરપ્રદેશ એટીએસએ પર્દાફાશ કર્યો હતો. જે ગંભીર ગુનાની તપાસનો રેલો વડોદરા સુધી આવતા આફમી ચેરીટેબલ ટ્રસ્ટના કર્તાહર્તા સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ સહિતના દેશદ્રોહી તત્વો એટીએસના સકંજામાં આવી ગયા હતા.

દેશભરમાં મુસ્લીમ સંગઠનો અને કટ્ટરવાદીઓને આર્થિક ભંડોળ પુરૂ પાડવા સલાઉદ્દીન શેખે પણ મહત્વનો ભાગ ભજવતા શહેર એસઓજીની મદદથી યુપી એટીએસની ટીમે સલાઉદ્દીન શેખ અને તેના એકાઉન્ટન્ટની ધરપકડ કરીને ઉત્તરપ્રદેશ ઉઠાવી ગઇ હતી. જ્યાં િરમાન્ડ દરમ્યાન સનસનાટી ભર્યો ઘટસ્ફોટ થતા અગણિત હવાલા કૌભાંડની ચોંકાવનારી િવગત સપાટી પર આવતા વડોદરા પોલીસને પણ જાણ કરી હતી.

પોલીસ કમિશ્નર સમશેરસીંઘે તુરંત ઉચ્ચ અિધકારીઓ સાથે પુરતા પુરાવા સહ તપાસ કરતા સલાઉદ્દીન શેખ અને તેના મળતીયાઓનું વધુ એક કૌભાંડ હાથ લાગ્યું હતું. જેમાં ઊંડી તપાસાર્થે કુખ્યાત આરોપીઓ િવરૂધ્ધ ગુનો ક્રાઇમ બ્રાંચમાં દાખલ કરાયો હતો.

આરપીઓએ ત્રણ વર્ષમાં વિદેશથી 24.48 કરોડ રૂપિયા હવાલા દ્વારા મેળવ્યા હતા. માસ્ટર માઇન્ડ સલાઉદ્દીન 5.91 કરોડ રૂપિયા મસ્જીદો બનાવવા, ગેરકાયદે ધર્માંતરણ કરાવવા તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પુરૂ પાડવા અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટો દ્વારા તેમજ આંગડીયા દ્વારા ફંડીંગ કરીને નાપાક કૃત્યુ આચર્યું હતું.

દેશભરના સુરક્ષા અને સલામતીભર્યા વાતાવરણને ડહોળી નાંખવા દેશદ્રોહી તત્વો સાથે હાથ મિલાવીને અરાજકતા ફેલાવવા તેમજ મુસ્લીમ ધર્મ અંગીકાર કરાવવા લાલચ આપતા સંગઠનો સાથે સલાઉદ્દીન ગાઢ રીતે સંકળાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. દેશમાં મોટા પાયે િહન્દુઓને મુસ્લીમ ધર્મ પરિવર્તન કરાવી કટ્ટરપંથી સંસ્થાઓની સાથો સાથ પાકિસ્તાની આઇએસઆઇ જાસૂસી સંસ્થાનો પણ સીધો દરીસંચાર હોવાની શંકા દેશભરની સુરક્ષા એજન્સીઓએ શોધીકાઢી હોવાથી દેશ વ્યાપી કૌભાંડ ઉપર તમામ મોટા ભાગના રાજ્યની પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. સીટની ચુનંદી ટીમ આગમી િદવસોમાં સલાઉદ્દીન શેખ અને તેના સાગરીતોની પૂછતાછ અર્થે ઉત્તરપ્રદેશ જવાના અહેવાલ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યા હતા.

Most Popular

To Top