માણસનું જીવન પાણીના પરપોટા જેવું છે. પરપોટો કયારે ફૂટી જાય તેનો ભરસો નહી, એટલે સંતો કહે ચે, ક્ષણે ક્ષણે સત્ય, સુલભ અને પરોપકારી કૃત્ય કરો. તેનું પવિત્ર ફળ તમને આજે નહિ તો કાલે જરૂરથી મળશે. એનું સત્ય કથન મેં જ્ઞાની વ્યક્તિના મુખેથી સાંભળ્યું છે તે વાંચનીય છે એટલે આ પ્રયાસ કરું છું. પ્લેમિંગ નામધારક ગરીબ ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હતો. તેને ‘બચાવ બચાવ’ ની બુમો સંભળાઈ તે દિશા તરફ તે દૌડતો ગયો, તો એ એક છોકરો કાદવમાં ફસાએલો હતો. તે પ્લેમિંગ બુદ્ધિ ચતુરાઈથી તે છોકરાને દલદલમાંથી બહાર કાઢયો. હાથપગ ધોઇને છોકરો નીકળી ગયો. બીજે દિવસે કિમતી ગાડીમાં એક ધનાઢય ઉમરાવ તે ખેડૂત પાસે આભારની લાગણી વ્યક્ત કરવા આવ્યો અને પૈસાથી ભરેલું પાકિટ આપવા લાગ્યો.
ત્યારે પ્લેમિંગે કહ્યું ‘સજ્જન’ આ તો મારું કર્તવ્ય જ હતું તે મેં કર્યું. અને ઇનામ લેવાની ના પાડી દીધી. ત્યારે ઉમરાવ બોલ્યા તમારા દિકરાની શિક્ષણની બધી જ જવાબદારી હું લઇ લેવું છું. તમે નિશ્ચિત રહો. આ મારું વચન છે અને નીકળી ગયા. પ્લેમિંગનો દીકરો ઉમરાવના સહકારથી ખૂબ ભણ્યો સંશોધક બન્યો અને આગળ જતાં પેનિસિલિન’દવાની શોધ કરીને વિખ્યાત બન્યો. વર્ષો પછી ઉમરાવનો દીકરો ન્યુમોનિયાથી માંદો પડયો તેને પેનિસિલિન જ દવા આપીઓ દીકરો સારો થઇ ગયો. આ ઉમરાવ એટલે સુપ્રસિદ્ધ રેડોલ્ફ ચર્ચિલ-હતા અને તેના છોકરાનું નામ ‘સર વિન્સ્ટન અવર્છિલ છે. જે ઇંગ્લેન્ડના પંત પ્રધાન બન્યા. પ્લેમિંગના પરોપકારી કર્તવ્યથી એક છોકરો ઇંગ્લેન્ડનો પંત પ્રધાન બન્યો.અને એક સંશોધક બન્યો.
સુરત – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
નવી આંખે જુનુ સુરત
સુરતમાં હાલમાં રહેતી સુરતની નવી પેઢી તથા બહારગામથી આવેલાઓને સુરત વિષે ખ્યાલ આપવો જરૂરી છે. સુરત ચાર દરવાજાથીઅંદર વસેલું સુરત જેવા કે સહરા દરવાજા- ઉધના દરવાજા, લાલ દરવાજા, સ્ટેશન પાસે મુહદાગેટ તથા હોપ પુલનો અંદરનો વિસ્તારએટલે ખુબ સુરત. મને ધ્યાન છે કે નાનપુરામાં રહેતો વ્યકિત કામ સહ શહેરમાં આવે તો ત્યાંના રહીશોને કહેતો કે હું સુરત જાવ છું.
જયારે આજે સુરત જુદા જુદા ફળિયાથી ઓળખાતું હતું જેમકે બક્ષી ફળિયું, રોહિત ફળિયુ, હાટ ફળિયુ, ગુજજર ફળિયુ, વાડી ફળિયુ, કહાન ફળિયુ, દેસાઇ ફળિયુ, ડેરી ફળિયુ, શૈતાન ફળિયુ, નિશાળ ફળિયુ વિગેરે વિગેરે. હવે જોઇએ સુરતની આજુબાજુમાં શાકભાજીની પરિસ્થિતિ પુણા કુનભારિયાનો રતાળુ વખણાય, વરાછાનું લીલુ લસણ ગુલાબી દાંડીવાળુ કતારગામથી પાવડી રાંદેરનો પોંક તથા બોર અને દામકાનું પાતળુ લીલુ લસણ વખણાય છે. મુળ મુદ્દો જુના સુરત વિષે નવી પેઢીને તથા બહારગામથી આવેલાને સુરતમાં સ્થાયી થયા હોય તેઓને સુરતના ઇતિહાસ વિષે વાકેફ કરવાનો છે.
સુરત – મહેશ આઇ. ડોકટર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.