Vadodara

ફળ-ફૂલ બજારમાં એકાંતરે સપાટો બોલાવાશે

વડોદરા : ખંડેરાવ માર્કેટ ની પાછળ ફૂલ અને ફ્રુટ બજાર માં દબાણ શાખા ની ટીમ ત્રાટકી હતી દબાણ શાખા ની ટીમ ટકતા વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. ખંડેરાવ માર્કેટ થી ગુરુદ્વારા ની પાછળ સહિત વિસ્તારોમાં દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો હતો. બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા  ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર ભરાતા ફૂલ બજાર અને પાછળના ભાગે ભરાતા ફ્રુટ બજાર પર સપાટો બોલાવ્યો હતો. દબાણ શાખા ની ટીમ સવારે આઠ વાગે એકાએક ત્રાટકતા  વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન પાલિકાની ટીમે અનેક વેપારીઓ ના ફૂલ અને ફળો નો જથ્થો જપ્ત  કર્યો.સવારે દબાણ શાખા ની ટીમ ટકતા વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દબાણ શાખા ની ટીમે એક ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો હતો. પાલિકાની દબાણ શાખા ની ટીમ એક દિવસ છોડીને બીજા દિવસે દબાણો હટાવાની કાર્યવાહી કરશે.

જોકે વડોદરા શહેરમાં કેટલાક માલેતુજારોના દબાણો છે પરંતુ તેની પર કાર્યવાહી કરવા માટે તેમના હાથ ટૂંકા પડે છે રોજ કમાઈને રોજ ખાતા નાના વેપારીઓને દબાણ શાખા ની ટીમ દ્વારા હેરાન કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ મેયર દ્વારા વહેલી સવારે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન મેયારે વેપારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી રોડ પર દબાણ ન કરવા જણાવ્યું હતું.પરંતુ મેયરની શીખ  જાપા સુધી સીમિત રહી  અને બીજા જ  દિવસથી ફરી દબાણો લાગી ગયા હતા.

Most Popular

To Top