Vadodara

સંજયનગરના વિસ્થાપિતોને 10 માસથી ભાડું ના આપતા મોરચો

વડોદરા: મહાનગરપાલિકાએ 1800 થી વધુ સંજય નગર ખાતે તોડી નાખવામાં આવ્યા હતા જેઓને ૧૮ મહિનાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને તેઓને મકાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યાં સુધી મકાન નહીં બને ત્યાં સુધી 2000 રૂપિયા ભાડું આપવામાં આવશે છેલ્લા દસ મહિનાથી વિસ્થાપિતોને ભાડું ન મળતાં. મહાનગર પાલિકા ખાતે મોરચો લઈ ને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વારસિયા વિસ્તારમાં આવેલો સંજય નગર ના ૧૮૦૦ જેટલા કાચા કાચા ઝૂંપડાઓ વર્ષ 2017માં તોડી નાખવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મકાન બનાવી આપવામાં આવશે અને સંજય નગર નો પ્રોજેક્ટ 18 મહિનાની અંદર તૈયાર કરીને વિસ્થાપિતોને ત્યાં ઘર આપવામાં આવશે અને જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વિસ્થાપિતોને 2000 રૂપિયા ભાડું આપવાની વાત કરી હતી છેલ્લા પાંચ વર્ષથી સંજય નગર માં મકાનની એક એક ઇટ પણ મૂકવામાં આવી નથી અને છેલ્લા દસ મહિનાથી વિસ્થાપિતોને ભાડું ના મળતા તેઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ની આગેવાની માં સંજય નગર ના  અગ્રણી સીમાબેન રાઠોડ સાથે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.

સંજયનગરમાં છેલ્લા પાંચ વર્ષ પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી નથી અને ગતરોજ સિંધી સમાજના કેટલાક નાગરિકો દ્વારા ગો શાળા માટે ભૂમિપૂજન કરતા નવો વળાંક આવ્યો છે. બિલ્ડર દ્વારા પતરા મારવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે દાળમાં કંઈક કાળું છે તેને લઈને  સંજય નગર ના વિસ્તારો વિસ્થાપીતો મહાનગરપાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા.

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 18 મહિનાનો સપના બતાવી ઘરો ઉજાળી દેવામાં આવ્યા. છેલ્લા 10 મહિનાથી 2 હજાર રૂપિયા ભાડું આપવામાં આવતું નથી.સંજય નગર ૨૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર ની તપાસ હજી સુધી થઈ નથી.કોરોના કાળ દરમિયાન ૧૫૦થી વધુ સંજય નગરના લોકો નું મૃત્યુ થયું છે. ખાવા માટે રૂપીયા નથી કે નોકરી ના ઠેકાણા નથી અને પાલિકા દ્વારા કોઈ પણ વાયદો પૂરો કરવામાં આવ્યો નથી.

Most Popular

To Top