Vadodara

ઠેરઠેર હોર્ડિંગ્સથી ટ્રાફિકની સમસ્યા

વડોદરા : શહેરમાં રાજમાર્ગો પર ઠેરઠેર રાજકીય અને ધાર્મિક બેનરોની હારમાળા નાગરિકોને નજરે પડે છે. પરંતુ ટ્રાિફક સમસ્યા નામે શોરબકોર મચાવતી ટ્રાિફક શાખા અને પાિલકા તંત્રની આંખે તો પાટા જ બંધાઈ ગયા હોવાનું વેપારીઓ અને નગર િહતચિંતકોના મોઢે સાંભળવા
મળ્યું હતું.

 અમદાવાદી પોળ, ગાંધી નગરગૃહની ચોતરફ, સુરસાગરની આસપાસ, રાજમાર્ગોના મુખ્યત્વે ક્રોસિંગ પર જયાં નજર કરો ત્યાં ટ્રાિફકને બેહદ અડચણરૂપ થાય તે રીત ઠેકઠેકાણે કતારબંધ બેનરો લગાવી દેવાયા છે.રાજકારણીઓને શુભેચ્છા સહિતના આડેધડ ઉભા કરી દેવાયેલા બેનરોથી સેંકડો વાહનોના પાર્કિંગની સમસ્યામાં ભારોભાર વધારો થતા વાહનચાલકોમાં પણ  રોષ ફાટી નીકળ્યો છે.

 તો બીજી તરફ વેપાર મંડળનું એવું કહેવું છે કે, ટ્રાિફક નિયમનના નામે અને આડેધડ પાર્કિંગના બહાને છાશવારે મેમા આપતા ટ્રાિફક વિભાગને આટલા બધા બેનરો કયારેય દેખાતા જ નથી. કોના ઈશારે  બેનરોની કતારો ઉભી કરી દેવાઈ છે? પાિલકા તંત્રની દબાણશાખા પણ રાજકિય શેહમાં દબાઈને નજર સુધ્ધા ઉંચી કર્યા વગર બેનરોની કતારો પાસેથી ગુપચુપ પસાર થઈ જાય છે.

પાણી વગરના નપાણિયા અિધકારીઓ એકલ દોકલ વાહનચાલકોને દંડના નામે રૂિપયા ઉઘરાવી લે છે. પરંતુ એક આયોજનબધ્ધ હોય તેવું રાજકિય કૌભાંડ જ કહી શકાય તેવા બેનરોની હારમાળાને કોની મંજૂરી મળી છે ? ઓડ ઈવન અને એકી બેકી તારીખમાં પાર્કિંગ વ્યવસ્થાના બહાને મબલખ દંડ ખંખેરતી ટ્રાિફક શાખા રાજકિય અને શુભેચ્છાના બેનરો લગાવતા લોકો પાસે કેમ દંડ વસુલાત કરતી નથી ?

રાજકિય અગ્રણીઓ અને ટેકેદારો જાણે વ્હાલા હોય અન નગરજનો દવલા હોય તેવી નીતિ અપનાવાઈ રહી હોવાનું અમદાવાદી પોળના જ વેપારીએ જણાવ્યું હતું.

આ બાબતે રંગ દે બસંતીના અગ્રણી દ્વારા પણ પાિલકામાં મ્યુનિસિપલ કમિશનરને અરજી આપવામાં આવી  હતી. આપેલ અરજીમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી કે, વડોદરા મહાનગર પાલિકા તંત્રની મંજૂરી વિના લગાવાયેલા ગેરકાયદેસર વિશાળ હોર્ડિંગ્સ અને બેનરો લગાડનાર તમામ પાસેથી આકરો દંડ વસૂલ કરવામાં આવે તેમજ અડચણરૂપ મંજૂરી વિનાના બેનરો હોર્ડિંગ્સ તાત્કાિલક દુર પણ કરવામાં આવે જેથી કરીને સંસ્કારી નગરીની સ્વચ્છ ગરિમા યથાવતરૂપે જળવાઈ રહે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top