Editorial

ખેડૂત આંદોલનમાંથી માત્ર નેતાઓ જ નીકળશે, ઉકેલ નહીં

બે મહિના થઇ ગયા ખેડૂતો ખાસ કરીને પંજાબના ખેડૂતો દિલ્હીની સીમાઓ સીલ કરીને બેઠા છે. સરકાર સામે નહીં ઝૂકવાની જાણે કસમ ખાઇને નીકળેલા ખેડૂતોના આગેવાનો પોતાની માગ પર અડગ છે તો સામેની બાજુએ સરકાર પણ માનવા તૈયાર નથી.

આ સરકારની એક કાર્યશૈલી રહી છે કે કેટલોય વિરોધ થાય કાયદા પરત લેવા અથવા પોતાના નિર્ણયો પર સતત અડગ રહે છે. આ પહેલા સીએએને લઇને વિરોધ થયો. વિરોધ હિંસા સુધી પહોંચ્યો તે છતાં સરકાર ટસની મસ ન થઇ. કલમ 370 રદ કરવાને લઇને કાશ્મીરના નેતાઓના લાખ પ્રયત્નો છતાં મોદી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી.

આવું જ કંઇક હવે ખેડૂતોના આંદોલન પર થઇ રહ્યું છે. આંદોલનમાંથી નવી રાહ નીકળતી હોય છે અને આ વખતે પણ કેટલાક ખેડૂત નેતાઓ પોતાના માટે રાજનીતિનો એક માર્ગ શોધી રહ્યા છે. ખેડૂતોના નામે વિરોધ પ્રદર્શન કરીને આ નેતાઓ રાષ્ટ્રીય ફલક પર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ પહેલા પણ દેશમાં ખેડૂત આંદોલન થયા હતા અને તેમાંથી નેતાઓ સામે આવ્યા. એવા જ એક આંદોલનમાંથી બહાર આવેલા નેતા દેશના વડાપ્રધાન પદે પણ પહોંચ્યા. આ બધાં ઉદાહરણો છે જેને લીધે એવી શંકા જાય છે કે શું આંદોલન એ નેતાઓ તૈયાર કરવા માટેની ભઠ્ઠી છે? કારણ કે ખેડૂત નેતાઓ જે રીતે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે તેમાંથી ઉકેલ નીકળે તેવું જરાય લાગતું નથી. ક્યારેક તો એવું પણ લાગવા લાગે કે ખેડૂત નેતાઓ પોતે જ એવું નથી ઇચ્છતા કે આંદોલન સમાપ્ત થાય.

બાળક જે રીતે સમજાવ્યા બાદ પણ જીદ કરીને બેસી જાય છે તેવા જ હાલ ખેડૂત નેતાઓના છે. એક સમયે એવું પણ લાગવા લાગશે અને સમજાશે પણ ખરૂં કે આ આંદોલન ખેડૂતોનું નથી પરંતુ ખેડૂત નેતાઓનું છે. ખેડૂત નેતાઓ પોતાને સ્થાપિત કરવા માગે છે અને એ જ કારણ છે કે દરેક ખેડૂત આગેવાન પોતાની રીતે સરકાર સાથે વાટાઘાટો કરવાનો પ્રયત્ન કરે છે.

આ આંદોલનને કોઇ એક ખેડૂત સંગઠનનું પીઠબળ નથી. 22થી વધુ ખેડૂત સંગઠનો આ આંદોલનને ચલાવી રહ્યા છે. દરેક સંગઠનની પોતાની અલગ અલગ માગો છે પરંતુ તેમાં સામાન્ય માગ ત્રણેય કાયદાઓને પરત લેવા માટેની છે. કેટલાક ખાલિસ્તાની અને ભાગલાવાદી તત્વોએ તો અલગ અલગ આંદોલનમાં જેમની સામે કેસો થયા છે તે કેસો પરત લેવાની માગ પણ કરી છે. ખેડૂતોના મુદ્દા એક બાજુ રાખીને ક્યો પ્રોપેગેન્ડા ઉભો કરવામાં આવી રહ્યો છે એ જાણવું જરૂરી છે.

ખેડૂત આંદોલનમાંથી ખેડૂત નેતાઓ મળે અને તેમાંથી દેશને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ મળે તેની શરૂઆત સરદાર વલ્લ્ભભાઇ પટેલથી થઇ હતી. બારડોલી સત્યાગ્રહ ખેડૂતો માટે કરવામાં આવ્યો હતો અને આંદોલને ભારતને સર્વોચ્ય કહી શકાય તેવા નેતા આપ્યા હતા. ચૌધરી ચરણસિંહ પણ ખેડૂત આંદોલનમાંથી આવ્યા અને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચવામાં સફળ રહ્યા. એટલે એમ કહી શકાય કે ખેડૂત આંદોલન સફળ થાય કે નહીં થાય ખેડૂત આંદોલનમાંથી નેતાઓ તો મળશે જ.

પોષણ પર હજી ધ્યાન આપવું જરૂરી

22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બાળ કુપોષણ સહિતના વિવિધ સૂચકાંકો પર તથ્યની માહિતી આપતાં તાજેતરમાં જ રાષ્ટ્રીય કુટુંબ સ્વાસ્થ્ય સર્વેક્ષણ (એનએફએચએસ -5, 2019-2020) નો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.

2015-16માં થયેલા એનએફએચએસ સર્વેના પાછલા રાઉન્ડની તુલનામાં, બાળકોમાં અતિશય પોષણ અને ઓછી પોષણનું વલણ જોતાં તે ભયજનક છે. કેટલાક સૂચકાંકોમાં થોડો સુધારો થતાં કુપોષણ પર આ ડબલ બોજ છે. કોઈપણ સ્વરૂપમાં કુપોષણ આખરે વિવિધ રોગો તરફ દોરી જાય છે અને લાંબા ગાળે તેના સામાજિક અને આર્થિક પ્રભાવ પડે છે.

બાળ કુપોષણને અસર કરતી સંબંધિત સૂચકાંકોમાં પણ કેટલાક સુધારા જોવા મળ્યા છે. બાળકના સ્વાસ્થ્યને નિર્ધારિત કરવા માટે પ્રથમ 1,000 દિવસ મહત્વપૂર્ણ છે, જ્યાં શરૂઆતથી જ સ્તનપાન એ બાળકના પોષણનો સૌથી મહત્વપૂર્ણ સ્રોત છે.

તેમ છતાં, સ્તનપાનમાં વધારો થયો છે, જ્યાં 16 રાજ્યોમાં થોડો સુધારો જોવા મળ્યો છે, જન્મ પછી તરત જ સ્તનપાન સ્તરનું મિશ્ર સ્તર જોવા મળ્યું છે. તમામ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા એકસો દિવસ સુધી એન્ટિનેટલ કેર (એએનસી), આયર્ન અને ફોલિક એસિડ ગોળીઓનો સમાવેશ સહિતના મુખ્ય વર્તણૂકીય સૂચકાંકોમાં સુધારો જોવા મળ્યો છે.

આ સકારાત્મક સૂચકાંકો માતાની સુખાકારીના સૂચકાંકો સાથે જોડાયેલા હોઈ શકે છે, જેમ કે 10 વર્ષથી વધુ વયની મહિલાઓના શિક્ષણમાં ઘટાડો અને નાની ઉંમરે થતાં લગ્ન, જેમ કે એનએફએચએસ -5 માં પણ સુધારો થયો છે. બાળકના આરોગ્યને નિર્ધારિત કરવામાં સામાજિક-ઇકોલોજીકલ પરિબળો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

  તુલનામાં તમામ રાજ્યોમાં સ્વચ્છતા સુવિધાઓ અને પીવાના પાણીના સ્ત્રોતોમાં નોંધપાત્ર સુધારો થયો છે. એનએફએચએસ -5 ના તારણો દર્શાવે છે કે ભારતે વિવિધ કાર્યક્રમો અને નીતિઓ દ્વારા પોષણને પ્રાધાન્ય આપવું પડશે. કોવિડ -19 ને કારણે થતી મુશ્કેલીઓએ ભારતની આરોગ્ય પ્રણાલી પર તાણ લાવી દીધી છે, જેની અસર કુપોષણ સામેની લડતમાં પણ પડી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top