કાલોલ: કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામે રાઠવા ફળિયામાં રહેતા વિજયભાઈ કનુભાઈ રાઠવા ના લગ્ન પ્રસંગમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન માણસો ના ટોળા દેખાતા લગ્ન પ્રસંગમાં હાજરી આપતા બસો થી અઢીસો માણસો લગ્ન મા હાજર જોવા મળેલ જેઓએ માસ્ક પણ પહેર્યા નહોતા પોલીસ ને જોઈ માણસો જતા રહેલા.
પોલીસે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ ના જોખમ માં ભય નું વાતાવરણ ઉભુ કરી બીનજરૂરી રીતે માણસો ને બોલાવી ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખી જાહેરનામા ના ભંગ તથા લગ્ન ની પરમિશન બાબતે ગૃહ વિભાગ ના પરિપત્ર મુજબ નું લગ્ન અંગે કોઈ પરમિશન મેળવ્યા વગર લગ્ન પ્રસંગ નું આયોજન કરી કોરોના અંગે નું જાહેરનામુ અમલમાં હોવા નું જાણવા છતાં બસો થી વધુ માણસો એકઠા કરનાર (૧) કનુભાઈ દલાભાઈ રાઠવા (૨) રાકેશભાઈ કનુભાઈ રાઠવા બંને ભાદરોલી ખુર્દ તા કાલોલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બંને ની અટકાયત કરી હતી.