સુરત : (Surat) મધ્યરાત્રીએ ઝંખવાવથી (Zankhwav) નીકળી અમરોલી (Amroli) અંજની ઇન્ડસ્ટ્રીઝ નજીકથી વહેલી સવારે સુરત આવી રહેલા બે મિત્રોની બાઇક સ્લીપ (Bike Sleep) થઇ હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા બંને મિત્રોના (two Friends) મોત (Death) નીપજ્યા હતા. આ બંને મિત્રો સુરતમાં જન્મદિવસની (Birth Day) ઉજવણી (Celebration) કરવા માટે આવવા નીકળ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળના ઝંખવાવ ગામે મામા ફળિયામાં રહેતો 21 વર્ષીય જીગ્નેશ સુરેશભાઇ વસાવા હાલ છુટક મજુરીકામ કરતો હતો, તે ફળિયામાં જ રહેતા તેના મિત્ર રૂત્વિક પ્રવિણભાઇ વસાવા (ઉ.વ.21)ની સાથે સુરતમાં બર્થડે પાર્ટીની ઉજવણી માટે સોમવારે રાત્રે ઝંખવાવથી બાઇક પર નીકળ્યા હતા. તેઓ સવારે સાડાચાર વાગ્યે આ બંને મિત્રો વાયા ગોથાણ થઇ સુરત આવી રહ્યા હતા. ત્યારે જ અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી પસાર થતી વેળા અચાનક જ બાઇક સ્લીપ ખાઇ જતા તેઓ ઘસડાઇ ગયા હતા. બંને મિત્રોને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. આ બંને મિત્રોને 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતૂ ટૂંકી સારવાર બાદ બંનેના મોત નીપજ્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બાળકીને રમવા બોલાવનાર ચાલકના ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલમાં બાળકીનું માથુ છુંદાઇ જતા મોત નીપજ્યું
સુરતઃ સચિન જીઆઈડીસીમાં રહેતા શ્રમજીવી પરિવારની એક વર્ષની બાળકીનું માથું ટ્રેક્ટરના ટાયર નીચે કચડાઈ જતા બાળકીનું ઘટના સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ સચિન જીઆઈડીસી ખાતે રોડ નં. ૪ પ્લોટ નં. ૧૦૮૨ માં આવેલા ઝુપડામાં રહેતો ૨૨ વર્ષીય પ્રવિણભાઇ કિશનભાઇ કલારા મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે મુળ બાંસવાડા રાજસ્થાનનો વતની છે. ગઈકાલે સવારે ઝુંપડા પરથી ટ્રેકટર (GJ -05 – JL – 6574) લઇને સચિન જીઆઈડીસીમાં શ્રી નીલકંઠ સ્ટીલ કોર્પોરેશન નામની દુકાન સામે કપચીના ઢગલા પાસે આવ્યો હતો. ત્યારે તેની પત્ની તેમની ૧ વર્ષની દિકરી સાવિત્રી કલારાને કપચીના ઢગલા પાસે લઇને આવી હતી. બાદમાં ટ્રેક્ટરમાં કપચી ભરવા લાગતા બાળકીને ગોડાઉનમાં બેસાડી હતી. પરંતુ ટ્રેક્ટર માલિક ગુલામભાઇ પઠાણ આવતા તેમણે બાળકીને રમવા બોલાવી હતી. ગુલામભાઇ બાળકીને રમાડતા હતા. એટલીવારમાં કપચીનુ ટ્રેક્ટર ભરાઇ જતા ગુલામભાઇ પઠાણ ટ્રેક્ટર લઇને કપચી ખાલી કરવા માટે નીકળતા હતા. તે વખતે બાળકી ટ્રેક્ટરની અડફેટમાં આવી હતી. ટ્રેક્ટરની ટ્રોલીની ડાબી બાજુના વ્હીલમાં બાળકીનું માથુ છુંદાઇ જતા મોત નીપજ્યું હતું. ટ્રેક્ટર ચાલક ગુલામભાઇ પઠાણ વિરૂધ્ધમાં ફરિયાદ દાખલ કરી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.