વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના ચાર ફ્રેન્ચ કૂવા મહીસાગર નદી ખાતે આવેલા છે. તેમાં મહી નદીમાં કડાણા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા છેલ્લા બે દિવસથી મહીસાગર નદી બે કાંઠે વહેતી થઇ છે. મહીસાગર નદીમાં પૂરના લીધે પાલિકાના આ ફ્રેંચ કુવામાં માટી અને કાંપનો ભરાવો થવાની શક્યતા વધારે છે. મહીસાગર નદીમાં ગઈકાલે સપાટી 15 મીટર સુધી પહોંચી ગઈ હતી અને ત્યારબાદ તેમાં નોધપાત્ર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. આજે સવારે લેવલ 11.50 મીટર હતું. આ ચારેય ફ્રેન્ચ કુવા ઉપરાંત સિંધરોટ ઇન્ટેક વેલને પણ અસર થવાની શક્યતા છે. ફ્રેન્ચ કૂવામાં માટી અને કાંપનો બહુ ભરાવો ન થઈ જાય તે માટે કુવાના જે રેડીયલ છે તેના પાઈપોના વાલ્વ બંધ કરી દીધા છે. હાલ બે પંપ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે 25 એમએલડી પાણીની ઘટ છે. જોકે આ ઘટ પૂરી કરવા ટ્યુબ વેલ ચાલુ કરવામાં આવે છે મહી નદીથી કોર્પોરેશન 300 એમએલડી પાણી મેળવે છે. જેના બદલે હાલ 275 એમ એલ ડી પાણી મળે છે. વર્ષો અગાઉ જ્યારે સિંધરોટ પાસે આડબંધ ન હતો ત્યારે કોર્પોરેશનને પૂર ઉતરી ગયા બાદ અને ચોમાસાની વિદાય પછી નદીમાં ફુવા ફરતે પાળા બનાવવા પડતા હતા.
સીલ્ટીંગ ન થાય તે માટે ફ્રેન્ચ કૂવાના વાલ્વ બંધ કરાયા
By
Posted on