ઉષ્ણતા વધી જાય તો પીગળવાની, ભમ્સ થઇ જવાની અને ઘટી જાય ત્યારે થીજી જવાની ઘટના બને છે. કેટલાક પદાર્થો પ્રવાહીમાં પીગળતા જઇ તેમાં ભળી જાય છે તે ઓગળી જવાની હકીકત બને છે. આપણી સૂર્યમાળામાં સૂર્યની ગરમી તેમાં ભાગ ભજવે છે અને તેથી હિમ પ્રદેશો, હિમશિલાઓ, હિમશૃંગો એટલે કે ગ્લેશિયરોને અસર પહોંચે છે. પૃથ્વી પર જળાશયો, સમુદ્રોના પાણીનું બાષ્પીભવન થઇ વાદળાં બંધાઇને વર્ષે છે. જળવાયુ પરિવર્તનને કારણે હિમશિલા પીગળી જઇ નદીસ્વરૂપ ધારણ કરી ધસમસી જઇ પૂર જેવી હોનારત સર્જે છે. હિમશિલા કે જમીન ધસી પડતાં એ આવું બને છે, જમીનનું ધોવાણ થાય છે. વિશ્વના કોઇપણ સ્થળનાં ગ્લેશિયરની તુલનામાં હિમાલયનાં ગ્લેશિયર વધુ ઝડપથી પીગળી રહ્યા છે. જેથી સમય જતાં હિમાલય પર્વતનું નામ બદલવું પડે. હિમ વિનાનો પર્વત હિમાલય કહી શકાય નહીં, એક અંદાજ મુજબ આગામી આઠ દાયકા પછી હિમાલયમાંથી નીકળી અનેક નદીઓ સૂકાઇ જશે.
ગ્લોબલ વોર્મીંગ પર ખાસ ધ્યાન આપવું પડશે. વધતા જતાં પ્રદૂષણો પર્યાવરણ બગાડે છે. પૃથ્વી પર અનેક સ્થળો દરિયામાંથી ઉદ્ભવી રણપ્રદેશ કે જમીન બન્યાં છે. ધુમાડા વગેરેના કારણે ગ્રીન હાઉસને નુકસાન પહોંચાડતા ગેસ પેદા થાય છે. હિમખંડો પીગળે છે સોલાર રેડિયેશન પણ કારણભૂત છે. હિમાલયનાં ગ્લેશિયર પ્રત્યેક વર્ષે દોઢ ફૂટ જેટલાં પીગળે છે. નદી કિનારાના વસવાતીઓના પીવાના પાણીનો પુરવઠો જોખમાવાની સંભાવના રહે છે. બ્લેક કાર્બન કોન્સન્ટ્રેશનને કરણે હિમ નદી પીગળવાનુ ખૂબ ઝડપી બને છે. જંગલોમાં લાગેલી આગ ભૂંગે ભાજ ભજવે છે. કલાઇમેન્ટ ચેન્જથી હાનિ સર્જાય છે. દાવાનળ, ઘરગથ્થુ અને વ્યવસાયિક ફયુઅલ વુડન બર્નીંગ ખેતરોમાં પશળીને આગ બ્લેક કાર્બનના સ્થાનિક સ્રોત, વીજળી ઝાટકતા પણ જંગલોમાં આગ લાગે છે. બ્લેક મટિરિયલ્સને કારણે પ્રકાશ વધુ શોષાય છે અને ઇન્ફ્રારેડ રેડિયેશન બહાર પડતાં ઉષ્ણતામાનમાં વધારો થાય છે.
વસ્તુના સડી જવાથી પેદા થતો ગેસ પર્યાવરણને નુકસાન કરે છે. સૂર્યપ્રકાશ શોષાતાં ગરમી ફાટે છે. ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધે છે. આવાં પરિબળો હિમાલયનો બરફ પીગળાવે છે. વધતા તાપમાનની અસરથી નજીકના સમયમાં પૃથ્વી પરના પચાસ ટકા સમુદ્રી વિસ્તારનો રંગ બદલાઇ જશે, હિમાલયની ત્રીજા ભાગની હિમનદીઓ પીગળી જશે. હિમ નદીઓને નુકસાન થાય તો આખી પર્યાવરણ સિસ્ટમ તૂટી પડે. તાપમાન લીલને પણ અસર કરી રહ્યું છે. હિમનું પ્રમાણ જાળવી રાખવા તેના પર હિમવૃષ્ટિ જરૂરી છે, હિમસર્જક પરિબળો આવશ્યક છે. હિમાલય પર હિમની ચાદર પાતળી પડતી જાય છે, જે કાળક્રમે ફાટી જતાં ખાડાઓ પડશે અને ઉજજડ હિમાલય દેખાશે. એવરેસ્ટમાં દર વર્ષે આઠ ઇંચ બરફ પીગળી જાય છે. હિમાલયમાં બરફ પીગળવાના કારણે આગામી ત્રણ દાયકામાં ગંગાનદીનું પાણી ખૂબ વધી જશે, તેથી ખેતી અને તે સિવાયની કિનારાના આસપાસની પ્રવૃત્તિઓ પ્રભાવિત થશે, તેની અસર બેકરોડથી વધુ લોકોને અસર થશે. ખતરાની ઘંટડી વાગી ગઇ છે, ચેતી જઇ પ્રદૂષણ અંકુશની દિશામાં કાર્યરત થવું પડશે. સાદ દે તો ખડો છે હિમાલય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.