આધુનિક જમાનાની સ્ત્રી પોતાને આધુનિક બનાવવાના પ્રયત્નો કરતાં કરતાં જ્યારે તે પોતાને રેસના ઘોડા સમાન દોડાવવાની કોઈક હરીફાઈમાં ઊતરી જાય છે ત્યારે તે સ્ત્રીની આધુનિકતા ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન બની જાય છે. હા , એક રીતે જોઈએ તો આધુનિકતા અને સ્વતંત્રતા એકબીજાના પર્યાય બની શકે, પરંતુ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે એક પાતળી ભેદરેખા રહેલી છે. સ્ત્રી જ્યાં સુધી સ્વનિર્ભર હશે, તેની સ્વત્રંતાના માપદંડો જાણતી હશે અને તેનામાં સ્ત્રી તરીકેની લજ્જા જ્યાં સુધી જીવતી હશે ત્યાં સુધી તે સ્વતંત્ર ભારતની સ્વતંત્ર સ્ત્રી છે.પરંતુ જ્યારે સ્ત્રી જીન્સ ટીશર્ટ પહેરતાં પહેરતાં ડ્રેસ અને સાડીની ઉપેક્ષા કરવા માંડે છે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેમ હાથમાં તલવાર ઉપાડવાનાં સપનાં જોતી સ્ત્રી હાથમાં બંગડી પહેરવાની સુંદરતાથી વિરુદ્ધ થઈ જાય છે ત્યારે તેની સ્વંત્રતાનું પતન થવા માંડે છે. સ્ત્રી પુરુષ સમોવડી બનવાની ઘેલછામાં જ્યારે પોતાની અંદરનું સ્ત્રીત્વ નેવે મૂકી દે છે ત્યારે તેની સ્વતંત્રતા ઉપર કલંક લાગવાની શરૂઆત થાય છે. સ્ત્રીના સૌંદર્યના પરિમાણમાં માત્ર તેનું રૂપ નથી રહેલું પરંતુ તેના સંસ્કારો અને આપણી સંસ્કૃતિ તેના સૌંદર્યના મધ્યબિંદુમાં રહેલા છે.ફેમીનીસમની દલીલો કરતાં કરતાં જ્યારે સ્ત્રી તેની સ્વતંત્રતાને ક્યાં સુધી મર્યાદિત કરવી છે તે ભૂલી જાય છે ત્યારે માત્ર તેની સ્વતંત્રતા જ નહિ પરંતુ તેનું સ્ત્રી તરીકેનું ગૌરવ પણ હણાઈ જાય છે.
ભરૂચ – સૈયદ માહનુર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સ્વતંત્રતા V/S સ્વચ્છંદતા
By
Posted on