વડોદરા: આજવા રોડ પર રહેતા સાઇટ સુપરવાઇઝર ઓનલાઇન રેટિંગની જોબ આપવાનું જણાવી વળતર આપવાના બહાને શ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ બેન્ક ખાતમાં રૂા. 49.34 લાખ ભરાવડાવ્યા હતા પરંતુ તેનું વળતર નહી ચુકવી છેતરપિંડી આચરી હતી. જેની સાયબર સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે અમદાવાદના 10 પાસે ભેજાબાજને ઝડપી પાડ્યો છે. આજવા રોડ પર સૂર્યદીપ રેસિડેન્સીમાં રહેતા પ્રતિક પંકજ પટેલ (ઉં.વ.36) કન્સ્ટ્રક્શનસાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગત 28 માર્ચના રોજ તેઓનો ટેલીગ્રામ આઇડી પરથી તેઓનો સંપર્ક કરીને વેબસાઇટ પર ઓનલાઈન રેટિંગની જોબ આપવાનું જણાવી વળતર જણાવ્યું હતું.
આમ તેમને વળતર આપવાના બહાને શરૂઆતના તબક્કામાં નિયમિતરીતે વળતર ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ અલગ અલગ બેન્ક ખાતામાં રૂપિયા ભરાવડાવ્યા હતા અને જેનું વળતર ન ચૂકવી છેતરપિંડી આચરી હતી. જેથી તેઓએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પીઆઇ બી એન પટેલી સહિતની ટીમે ગુ નોંધી ભેજાબાજોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સાયરબ ક્રાઇમ સેલની ટીમે સુપરવાઇઝર યુવકના રૂપિયા કયા બેન્ક ખાતમાં ગયા હતા તેની તપાસ શરૂ કરતા બેન્ક ખાતામાં આપેલા મોબાઇલ નંબર રવિન્દ્ર પટેલે તેના મિત્રના નામે ઇસ્યુ કરીને દુબઇ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આરોપી રવિન્દ્ર પટેલ (રહે,અમદાવાદ)ની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરતા તેણે આ રીતે 50થી વધુ સિમ કાર્ડ ઇસ્યુ કરાવીને દુબઇ મોકલાવ્યા છે.