Vadodara

શહેરામાં 100 શિક્ષિત બેરોજગાર સાથે નોકરીના બહાને રૂા.4 લાખની છેતરપિંડી આચરી ઠગાઇ કરી

શહેરા: શહેરા તાલુકામાં 100 થી વધુ શિક્ષિત બેરોજગાર યુવાનોને જી.આઇ.એસ.એફ મા  સિક્યુરિટી ની નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરનારા બે ઈસમો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.       શિક્ષિત બેરોજગાર યુવકો પાસેથી ફ્રી પેટે   રૂપિયા 4000 તેમજ ડોક્યુમેન્ટ લઈને નોકરી ન આપતા મોટી સંખ્યામાં ભોગ બનેલા યુવકો પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસે પકડી પાડેલ વાંટાવછોડા ગામ ના  આરોપીની પૂછપરછ સાથે બીજા આરોપી  ને પકડી પાડવાના  ચક્રો ગતિમાન કર્યા છે.

તાલુકા વાંટાવછોડા ગામના લાલાભાઇ પટેલિયા અને કાંકરી ગામના અરવિંદભાઈ પી સોલંકી જી.આઇ.એસ.એફ માં સિક્યુરિટી ગાર્ડની ખાલી પડેલી જગ્યામાં નોકરી અપાવતા હોવાનું કહીને શહેરા તેમજ સ્થાનિક જિલ્લાના અને અન્ય તાલુકાના શિક્ષિત બેરોજગાર યુવાનો પાસેથી ડોક્યુમેન્ટ તેમજ ફી પેટે 4000 રૂપિયા લેતા હતા. 100 થી વધુ યુવાનોને જુલાઈ મહિનામાં નોકરીનો ઓર્ડર મળી જશે તેવો વાયદો કર્યો હતો.

જુલાઈ મહિના માં નોકરી ન મળતા યુવાનો લાલાભાઇ પાસે પહોંચતા તેમને જણાવ્યું હતું કે મારી સાથે બીજો એક માણસ અરવિંદભાઈ સોલંકી આ રીતે ડોક્યુમેન્ટને ભેગા કરે છે. તેમ કહી યોગ્ય જવાબ બેરોજગાર યુવાનોને નહી મળતા તેઓ છેતરાયા હોવાનુ માલુમ થયેલ હતુ. જેને લઇને શિક્ષિત બેરોજગારો યુવાનો ની નોકરી મળવાની આશા પર પાણી ફરી વળતા તેઓ નારાજ થયા હતા. યુવાનોને નોકરી નહી આપીને છેતરપીંડી કરનાર લાલા પટેલીયા ને પોલીસ જેવા પહેરેલ યુનિફોર્મ મા છેતરાયેલા યુવાનોએ  પોલીસ મથક ખાતે લાવીને આ મામલે કડક કાર્યવાહી થાય તે માટે પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવી હતી.

Most Popular

To Top