MORBI : મોરબીમાં ગુરૂરવાર હેટ એન્ડ રન (HIT AND RUN) ની ઘટનામાં ચાર રાજસ્થાની યુવાનની મોત નીપજ્યા હતા. રાજસ્થાનના ઉદેપુરથી આવેલા ચાર યુવકો અને તેમને લેવા આવેલો એક યુવાન સાથે પાંચ માળીયા ફાટક ( PANCH MALIYA FATAK) પાસે રિક્ષાની રાહ જોઈ ઉભા હતા ત્યારે બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા બે સગાભાઈ અને સાળા-બનેવીના અરેરાટીભર્યા મોત થયા હતા.
મોરબીના માળિયા ફાટક પાસે ગુરૂવારે વહેલી સવારે લગભગ ચાર વાગ્યાના અરસામાં રાજસ્થાન ( RAJSTHAN) ના ઉદેપુરથી ચાર યુવાનો તેજારામ વખતારામ ગામેતી (ઉ.17), શિવાજી પ્રતાપભાઈ ગામેતી (ઉ.19), સુરેશ પ્રતાપભાઈ ગામેતી (ઉ.18), મનાલાલ ઉમેદજી કળવા (ઉ.19) આવ્યા હતા. તેમને મોરબીમાં રહેતો રાજસ્થાની યુવાન દિનેશ શંભુભાઈ તેડવા માટે બાઈક પર આવ્યો હતો. આ સમયે પાંચેય યુવાનો રિક્ષાની રાહ જોઈને ઊભા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં પાંચમાંથી ચાર યુવાનોના ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ઘટનાનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અકસ્માત સર્જી નાસી ગયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા શિવાજી અને સુરેશ બે સગાભાઈઓ છે જ્યારે મનાલાલ અને શિવાજી સાળો-બનેવી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના માળીયા ફાટક પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવકોનાં મોત નિપજ્યાં છે. તમામ યુવકો 17થી 19 વર્ષના ને રાજસ્થાનના હતા. અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર સહિત ચાર લોકોના મોત થયાં હોવાનું ખૂલ્યું છે.
મૃતકોમાં રાજસ્થાનના તેજારામ વખતારામ ગામેતી (ઉ.વર્ષ 17), શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ 19), સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ 18) અને મનાલાલ ઉમેંદજી કળાવા (ઉ.વ.19) નો સામવેશ થાય છે. શિવજીભાઈ પ્રતાપભાઈનો સાળો છે. આમ આ અકસ્માતમાં શિવજીભાઈ તથા તેમના બે ભાણેજનાં મોત થયાં છે.
મોરબીના માળીયા ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકની અડફેટે એક બાઈક આવી ગઇ હતી. રાજસ્થાનથી મોરબી આવેલા ચાર વ્યક્તિનાં આ ઘટનામાં મોત નિપજ્યા છે. તેમને લેવા આવેલા વ્યક્તિને પણ ઈજાઓ થતાં સારવાર અર્થે પહેલાં મોરબી અને પછી રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટનાની નોંધ લીધી છે. આ ઉપરાંત મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.