ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન (former chairman of the Shia Waqf Board) વસીમ રિઝવી ( Wasim Rizvi) એ આજે ઈસ્લામ (Islam) ધર્મ છોડીને હિંદુ (Hindu) ધર્મ અપનાવી લીધો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા શિવશક્તિ ધામના ડસના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ વસીમ રિઝવીને સનાતન ધર્મ સ્વીકાર કરાવ્યો છે. આ સમયે મહંત નરસિંહાનંદ ધાર્મિક વિધિઓ પણ કરી હતી. ધર્મ પરિવર્તન પછી રિઝવી ત્યાગી સમુદાય સાથે જોડાશે. તેમનું હિન્દુ નામ જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી ( Jitendra Narayan Singh Tyagi) રાખવામાં આવ્યું છે. ધર્મ પરિવર્તન પહેલા રિઝવીએ કહ્યું હતું કે નરસિંહાનંદ ગિરી મહારાજ તેમનું નવું નામ નામકરણ કરશે.
શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન આજકાલ વસીમ રિઝવી વધારે ચર્ચામાં રહે છે. તેનું કારણ એ છે તેમણે કુરાન આયાતોને હટાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ તે પોતાના નિવેદન અને પુસ્તકોને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. આ અગાઉ તેમણે એક વસીયત પણ લખી હતી અને તે વસીયતને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. તેમણે વસીયતમાં લખ્યું હતું કે તેમને ઈસ્લામ રીવાજ અનુસાર દફનાવામાં નહીં આવે તેના બદલે તેને હિન્દુ રીતિરીવાજ પણે અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમના આ નિવેદન બાદ ઘણા લઘુમતી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એમ પણ લખ્યું હતું કે તેમના મૃત્યુ બાદ મહંત નરસિંહાનંદ જ તેમની ચિતાને અગ્નિદાહ આપે. જોકે, મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે તેને ઈસ્લામ અને શિયા સાથે કોઈ લેવાદેવા નથી.
નોધનીય છે કે થોડા દિવસ પહેલા વસીમ રિઝવીનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે કોઈ તેમની હત્યા કરવા માટે ષંડયત્ર ઘડી રહ્યું છે. આ સાથે જ કટ્ટરવાદીઓ તેનું ગળું કાપવા માંગે છે. કારણ કે તેમણે કુરાનની 26 આયતો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેથી તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ સાથે જ તેણે જાહેરાત કરી હતી કે 6 ડિસમ્બરે તે હિન્દુ ધર્મ અપનાવશે. 6 ડિસમ્બર 1992ના રોજ કાર સેવકોએ અયોધ્યામાં બાબરી મસ્જિદનું માળખું તોડી પાડ્યું હતું.
ધર્માંતરણ બાદ વસીમ રિઝવીએ કહ્યું કે આજથી તેઓ હિન્દુત્વ માટે જ કામ કરશે. તેમણે કહ્યું કે મુસ્લિમોનો મત કોઈ રાજકીય પક્ષને જતો નથી. મુસ્લિમો હિંદુત્વની વિરુદ્ધ અને હિંદુઓને હરાવવા માટે જ મત આપે છે. આજે સવારે 10 વાગ્યે ગાઝિયાબાદમાં આવેલા શિવશક્તિ ધામના દશના દેવી મંદિરમાં મહંત યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ દ્વારા હિન્દુ વિધિ કરી હિન્દુ ધર્મ અપનાવીયો હતો.