વલસાડ : વલસાડ (valsad) તાલુકાના અટગામ (Atgam) ખાતે વિવિધ સહકારી સેવા મંડળીના (Cooperative Service Society) માજી પ્રમુખ (Former President) અને મંત્રી રૂ.૮૬.૧૧ લાખની ઉચાપત કરી ગયા હોવાની ફરીયાદ નોંધાતા પોલીસે (Police) એકની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના અટગામ ખાતે રહેતા રૂપેશ છોટુ પટેલે નોંધાવેલી ફરિયાદમાં વલસાડના અટગામમાં મણીલાલ હરિભાઈ દેસાઈ વિવિધ સેવા સહકારી મંડળી આવેલી છે. મંડળીમાં 1828 જેટલા સભાસદો છે. સભાસદોને ખાતર, દવા, બિયારણ, ખેતીના ઓજાર, ડીઝલ અને પેટ્રોલનું વેચાણ કરે છે. ખેતીલાયક તથા સભાસદોની પાસેથી થાપણ વ્યાજે લેવાનું પણ કામ કરે છે. સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે ધીરજલાલ છનાભાઈ પટેલ (રહે. મંદિર ફળિયા, અટગામ) અને મંત્રી તરીકે શંકરભાઈ રણછોડભાઈ પટેલ (રહે. ઘુરીયાવાડ, અટગામ) તથા અન્ય પદાધિકારીઓ મંડળીનો કારભાર સંભાળતા હતા.
ખાતાવહીમાં એન્ટ્રી નહીં કરી ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાય
હાલમાં પ્રમુખ તરીકે રૂપેશ છોટુ પટેલએ મંડળીના ઓડિટ એચ.એમ.સૈયદ પાસે કરાવ્યા હતા. જેમાં મંડળીના મંત્રી શંકરભાઈને દસ લાખની થાપણનો ઉપાડ કરી પોતાની વ્યક્તિગત ખાતાવહીમાં એન્ટ્રી નહીં કરી ઉચાપત કરી અન્ય સભાસદોની રૂ.23.75 લાખની થાપણોનો ઉપાડ કરી તેની સભાસદોના વ્યક્તિગત ખાતામાં એન્ટ્રી નહીં કરી ઉપરોક્ત થાપણો ઉચાપત કરી હતી. મંડળીના તા.31 3 2021 ના બિનસરકારી માલ, પ્લાસ્ટિક વિભાગ, સિમેન્ટ વિભાગ, પતરા વિભાગ, સ્ટીલ વિભાગ, બંધ માલ સ્ટ્રોક રૂ. 52.28 લાખની રકમમાંથી 51.36 લાખનો સ્ટોક ગેરવલ્લે કરી ઉચાપત કરી મંડળીના ખોટો હિસાબ બનાવી ખોટો ઉપાડ કરી મંડળીની રૂ.85.11 લાખની રકમની ઉચાપત કરતા મંડળીના માજી પ્રમુખ ધીરજલાલ અને મંત્રી શંકર રણછોડ પટેલ વિરૂધ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ઉચાપત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
માજી પ્રમુખ ઘરેથી ફરાર
આ કેસમાં પોલીસે મંત્રી શંકર રણછોડ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે તેના કોવિડ ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે માજી પ્રમુખ ધીરજલાલ ઘરેથી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. અટગામ મંડળીના માજી પ્રમુખ અને મંત્રીએ રૂ.85.11 લાખની ઉચાપત કરતા સમગ્ર ગામમાં તેમજ આસપાસના ગામોમાં પણ ચકચાર મચી ગઈ છે.