Business

પૂર્વ આરોગ્ય મંત્રીએ ફરી લખ્યો લેટર, ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અંગે પગલાં ભરો

સુરત: શહેરના વરાછા (Varacha) વિસ્તારના દબંગ ગણાતા ધારાસભ્ય (MLA) અને પૂર્વ આરોગ્ય મંત્રી (Former Health Minister) કુમાર કાનાણી વધુ એક લેટર (Latter) લખી ચર્ચામાં આવ્યા છે. અવાર-નવાર પાલિકા અને પોલીસ તંત્રને લેટર લખતાં કાનાણીએ આ વખતે મુખ્યમંત્રીને (CM) લેટર લખી ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી (Proceedings) કરવાની માંગ કરી છે.

પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાણાનીએ લેટરમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે વાત છેડી છે. આ સાથે જ ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે. તેઓએ આ મામલે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પત્રમાં કડક કાયદા બનાવવા માટે માંગ કરવામાં આવી છે. તેમજ ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને નુકસાન થતું હોવાનું તેમણે આગળ લખ્યુ કે, પાંગળા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી થતી નથી. જેથી મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં આ અંગે કાયદો બનાવે તેવી પત્રમાં માંગ કરવામાં આવી છે.

લેટરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, ખાદ્ય પદાર્થ તેમજ ખોરાકમાં ભેળસેળ કરનારા સામે કડક કાયદાની જોગવાઈ બાબતે મે તા. 25/5/2023 ના રોજ પત્ર લખ્યો હતો. પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી થઇ નથી. ભેળસેળ કરનારા લોકોને કાયદાનો કોઈ ડર જ નથી. કારણ કે કાયદો પાંગળો છે. જેના કારણે ભેળસેળ કરનારા બેફામ બની ગયા છે. હવે તો ભેળસેળથી પણ આગળ વધી આવા લોકો નકલી ખાદ્ય સામગ્રી બનાવી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવા લેભાગુઓ લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે. જે ખુબ જ ગંભીર બાબત છે. તેમજ ફૂડ & ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે ભેળસેળ કરનારા અને નકલી બનાવટો કરતા લોકો બેફામ બની રહ્યા છે. જેને કારણે લોકોના જીવનું જોખમ ઉભું થયું છે. માનવ જીવનનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેતી ઉત્પાદનમાં દવાઓનો ઉપયોગ ન થાય તેમજ પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકાર અને સામાજીક સંસ્થાઓ જાગૃતિના કામ કરી રહ્યા છે.

આ સાથે જ તેમણે કહ્યું હતુ કે રાજ્યપાલશ્રી પણ પ્રાકૃતિક ખેતી માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. જેનાથી માનવ જીવન રોગ મુક્ત બની સ્વસ્થ જિંદગી જીવી શકે પરંતુ બીજી બાજુ ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ અને નકલી બનાવટો કરી માનવ જીવન સામે રમત રમી રહ્યા છે. તો આવા લોકો સામે માનવ જિંદગી બચાવવા આગામી વિધાનસભાના સત્રમાં કડક કાયદો બનાવવા મારી માંગણી છે.

Most Popular

To Top